Goods or services provided to members by the club will be subject to GST
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ક્લબ દ્વારા સભ્યોને અપાતા માલ કે સેવા પર GST લાગશે

ક્લબ દ્વારા સભ્યોને અપાતા માલ કે સેવા પર GST લાગશે

 | 11:27 am IST
  • Share

ક્લબ દ્વારા તેના સભ્યોને આપવામાં આવતા માલ કે પૂરી પાડવામાં આવતી સેવાઓ પર વેચાણવેરો કે ર્સિવસ ટેક્સ લાગે કે કેમ તે બાબતે ઘણાં મતમતાંતરનું માન. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલ વિ. કલકત્તા ક્લબ લિ. અને બીજાઓ ૭૦ GSTR ૨૦૯ના કેસમાં ચુકાદો આપીને નિરાકરણ કરવામાં આવ્યું હતું. માન. સુપ્રીમ કોર્ટના મતે ક્લબ અને તેના સભ્યોને એકબીજાથી અલગ ગણી શકાય નહીં અને તેથી જ્યારે ક્લબ દ્વારા તેના સભ્યોને માલ કે સેવા પૂરી પાડવામાં આવે ત્યારે સભ્ય પોતાને જ માલ કે સેવા પૂરી પાડે છે તેમ ગણાય અને તેથી તેવા વ્યવહારને વેચાણ કે સેવા પૂરી પાડવાનો વ્યવહાર ગણી શકાય નહીં અને તેથી ક્લબ આવા કોઈપણ વ્યવહાર પર વેચાણવેરો કે ર્સિવસ ટેક્સ ભરવા જવાબદાર નથી. આ ચુકાદાના કારણે GSTમાં ક્લબ દ્વારા તેના સભ્યોને આપવામાં આવતા માલ કે સેવા પર GST લાગે કે કેમ તે અંગે શંકા ઊભી થયેલ હતી. GST કાયદામાં પહેલેથી જ આવા વ્યવહાર પર વેરો લાદવાની જોગવાઈની બજેટમાં દરખાસ્ત થઈ છે. આ અંગેની ચર્ચા આ લેખમાં કરેલ છે.

સુપ્રીમ કોર્ટ સમક્ષનો પ્રશ્ન

કંપની કાયદા હેઠળ નોંધાયેલ ક્લબને વાણિજ્યક વેરાના અધિકારી દ્વારા નોટિસ આપીને ક્લબના કાયમી સભ્યોને પૂરા પાડવામાં આવેલ ખોરાક અને પીણાં પેટે મળેલ અવેજ પર વેરો ન ભરવા માટે નોટિસ બજાવવામાં આવેલ. ક્લબ દ્વારા તેને આપવામાં આવેલ નોટિસને પંચ સમક્ષ પડકારવામાં આવેલ. પોતાની વેરાકીય જવાબદારી ન થાય તે માટે ક્લબ દ્વારા મ્યુચ્યાલિટીના સિદ્ધાંત પર આધાર લેવામાં આવેલ જે અનુસાર ક્લબ તેના સભ્યોની એજન્ટ છે અને તેથી સભ્યો માટે થયેલ ખર્ચા તેમના દ્વારા ભરપાઈ કરવામાં આવે તેમાં કોઈ વેચાણ થતું નથી તેવી દલીલ કરવામાં આવી. પંચ અને હાઇકોર્ટ દ્વારા ક્લબની દલીલનો સ્વીકાર કરવામાં આવ્યો. આ જ પ્રમાણે ક્લબ દ્વારા સભ્યોને અપાતી સેવાઓ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને અપાતી સેવાઓ ગણાય નહીં અને તેથી તેના પર ર્સિવસ ટેક્સ ન લાગે તેવું પણ બીજી ક્લબ દ્વારા થયેલ રિટ પિટિશનમાં કોર્ટ દ્વારા ઠરાવવામાં આવેલ. આ ચુકાદાઓ યોગ્ય હોવાનો ચુકાદો માન. સુપ્રીમ કોર્ટે કલકત્તા ક્લબ લિ.ના ઉપર જણાવેલ કેસમાં આપેલ છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો

માન. સુપ્રીમ કોર્ટ દ્વારા ૬૧મા લો કમિશન રિપોર્ટ અને ૪૬મા બંધારણીય સુધારાના ઉદેશો અને કારણોને ધ્યાન પર લેવામાં આવ્યા. ૪૬મા બંધારણીય સુધારા પછી પણ યંગ મેન ઇન્ડિયન એસોસિયેશન (૧૯૭૦) ૧ જીઝ્રઝ્ર ૪૬૨માં સ્થાપિત મ્યુચ્યાલિટીનો સિદ્ધાંત ચાલુ રહે કે નહીં તે કોર્ટે તપાસ્યું. આ ચુકાદામાં ૩ કેસોનો સમાવેશ થતો હતો. જેમાં કંપની કાયદાની કલમ ૨૬ હેઠળ નોંધાયેલ નફો ન કરતી સંસ્થા, સોસાયટી અને ટ્રસ્ટનો સમાવેશ થતો હતો. કોર્ટે ઠરાવ્યું કે ત્રણેય ક્લબ એજન્ટ તરીકે કામ કરતી હતી જેમાં સભ્યોને વેચાણ થતું ન હતું અને તેથી વેચાણવેરો લાગે નહીં. ક્લબ કોર્પોરેટ છે કે સોસાયટી કે ટ્રસ્ટ તેનાથી કોઈ ફરક પડતો નથી. એક વ્યક્તિ પોતાને જ વેચાણ કરી શકે નહીં અને તેથી ક્લબ દ્વારા તેના સભ્યને વેચાણ કરવામાં આવે છે તેમ કહી શકાય નહીં. કોર્ટના મત મુજબ પોતાનો અગાઉનો યંગ મેન એસોસિયેશનનો ચુકાદો ૪૬મા બંધારણીય સુધારા પછી પણ અકબંધ રહે છે. કલમ ૩૬૬ (૨૯છ)ના ક્લોઝ (ક) લાવવાનો આશય હોટેલો અને રેસ્ટોરન્ટ પર વેરો લાદવા માટેનો હતો અને તે ક્લબને લાગું પડે નહીં. ઇન્કમટેક્સ કાયદાની જોગવાઈઓ જોતા પણ આર્ટિકલ ૩૬૬ (૨૯A)ના ક્લોઝ (e)માંથી મ્યુચ્યાલિટીનો સિદ્ધાંત દૂર થયેલ નથી કારણ કે તે દૂર કરવા કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. કોર્ટના મત મુજબ તેનું વેચાણ અંગેનું અર્થઘટન સેવાઓને પણ લાગું પડે. આમ સભ્યોને અપાતા માલ કે અપાતી સેવાઓ પર પણ ક્લબ વેરો ભરવાને જવાબદાર નથી તેમ માન. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું.

GSTમાં શું ?

GST માલ કે સેવાના સપ્લાય પર લાગે છે. માન. સુપ્રીમ કોર્ટના ઉપરોક્ત ચુકાદાના કારણે મ્યુચ્યાલિટીના સિદ્ધાંતના આધારે ક્લબ તેના સભ્યોને માલ કે સેવાનો સપ્લાય કરતી નથી તેવી દલીલ કરી શકાય તેવી સંભાવના ઊભી થઈ હતી. અલબત્ત GST કાયદાની અનુસૂચિ ૨ની એન્ટ્રી ૭માં unincorporated association or body of person દ્વારા તેના સભ્યોને અવેજના બદલામાં થતો માલનો સપ્લાય, સપ્લાય ઓફ ગુડ્ઝ ગણવાની જોગવાઈ છે. વળી GSTની કલમ ૨ (૧૭)માં અપાયેલ ધંધાની વ્યાખ્યામાં ક્લબ દ્વારા સભ્યો માટે થતી પ્રવૃત્તિનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આમ ક્લબના સભ્યો સાથેના વ્યવહારને સપ્લાય ગણી GST લાદવાનો ધારાસભાનો ઇરાદો જણાય છે.

તકરાર નિવારવા કાયદામાં પૃાત્તવર્તી અસરથી સુધારાની દરખાસ્ત

તા. ૧-૨-૨૦૨૧ના રોજ લોકસભામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે કેન્દ્રનું બજેટ રજૂ થવાની સાથે સાથે ફાઇનાન્સ બિલ ૨૦૨૧ પણ રજૂ કરવામાં આવેલ. આ બિલમાં CGST કાયદામાં ક્લબ કે બોડી ઓફ પરસન્સ અને તેના સભ્યોને વિભિન્ન વ્યક્તિ ગણવાની સ્પષ્ટ જોગવાઈ કલમ ૭મા સુધારો કરીને તા. ૧-૭-૨૦૧૭થી અમલી કરવાનું સૂચવવામાં આવ્યું છે. કલમ ૭ (૧)માં નવો ક્લોઝ (ટ્વટ્વ) દાખલ કરવાની દરખાસ્ત છે કે જેમાં કોઈપણ વ્યક્તિ દ્વારા તેના સભ્ય કે ઘટક પક્ષને અથવા સભ્ય કે ઘટક પક્ષ દ્વારા ક્લબને રોકડેથી, વિલંબિત ચુકવણીથી કે કિંમતી અવેજના બદલામાં કરવામાં આવતી કોઈપણ કાર્યવાહી કે વ્યવહારને સપ્લાય ગણવામાં આવશે. આ જોગવાઈની નીચે સ્પષ્ટીકરણ પણ આમેજ કરવાની દરખાસ્ત છે જે અનુસાર એવી સ્પષ્ટતા કરવાનું સૂચન છે કે કોઈપણ સમયે અમલમાં હોય તેવા કાયદા કે કોર્ટના આદેશ કે ચુકાદા છતાં કોઈપણ વ્યક્તિ અને તેના સભ્યો કે ઘટક પક્ષને બે અલગ વ્યક્તિ ગણવામાં આવશે અને તેમની વચ્ચે થતી કોઈપણ કાર્યવાહી કે વ્યવહાર એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને થયેલ ગણવાનું રહેશે. સાથે સાથે અનુસૂચિ IIના પેરા ૭માં unincorporated association or body of person દ્વારા તેના સભ્યોને અવેજના બદલામાં થતો માલનો સપ્લાય, સપ્લાય ઓફ ગુડ્ઝ ગણવાની જોગવાઈને રદ કરવાનું પણ સૂચન છે. આ સુધારો અમલમાં આવે એટલે ક્લબ કે એસોસિયેશન દ્વારા તેના સભ્યને થતા સપ્લાય પર GST લાદવાની સ્પષ્ટ જોગવાઈ તા. ૧-૭-૨૦૧૭થી જ અમલમાં આવશે. સૂચિત સુધારાથી ધારાસભાનો ઇરાદો ખૂબ સ્પષ્ટ કરી દેવામાં આવ્યો છે. ક્લબ દ્વારા સભ્યને થતા માલ કે સેવાના વ્યવહાર પર GST લાગશે અને તે અંગે કોઈ તકરાર રહેશે નહીં.

આ વીડિયો પણ જૂઓ: ભરૂચમાં મતગણતરી પહેલા વીજપુરવઠો ખોરવાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન