NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ધ્યાનથી જુઓ Video, એન્જિન વગર પૂર ઝડપે દોડી રહી છે માલગાડી, ટ્રેક્ટર ચડ્યું અડફેટે

ધ્યાનથી જુઓ Video, એન્જિન વગર પૂર ઝડપે દોડી રહી છે માલગાડી, ટ્રેક્ટર ચડ્યું અડફેટે

 | 4:46 pm IST

ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લાના ખટીમા વિસ્તારમાં પથ્થરોથી લદાયેલી આઠ બોગીઓની માલગાડી યમદૂત બનીને પાટા પર દોડી. ગાડીની આઠ બોગીઓ ટનકપુરથી એન્જિન વગર જ લગભગ અડધા કલાક સુધી રેલવે ટ્રેક પર 25 કિલોમીટર સુધી દોડતી રહી. એન્જિન વગર દોડી રહેલી આ બોગીઓની ચપેટમાં એક ટ્રેક્ટર આવી ગયું જે ટ્રેક પર કામ કરી રહ્યું હતું. ટ્રેક્ટર એન્જિન વગર દોડી રહેલી માલગાડી સાથે ખેચાતું ગયું અને તેનો કચ્ચરઘાણ વળી ગયો. ખટીમા રેલવે સ્ટેશનથી લગભગ 100 મીટર આગળ જઈને માલગાડી રેલ ટ્રેકના કિનારે ઊભેલી ટ્રોલી સાથે અથડાઈ. ધમાકા બાદ પહેલા બોગીના બે પૈડા ટ્રેક પરથી ઉતર્યા અને બોગીઓ ત્યાં જ રોકાઈ ગઈ. 3 થી 4 જાનવરો આ માલગાડીની બોગીઓની ચપેટમાં આવી ગયા હતાં. આ ઘટનામાં રેલવેની મોટી બેજવાબદારી સામે આવી છે. મળતી માહિતી મુજબ ટનકપુર સ્ટેશન પાસે માલગાડીના આઠ ડબ્બામાં પથ્થરો ભરાઈ ગયા હતાં. આ દરમિયાન સવારે બોગીઓને જેસીબી મશીનથી શંટિંગ (આગળ-પાછળ) કરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. ટ્રેક પર ઢાળ હોવાના કારણે આઠ બોગીઓ આગળ ધપી ગઈ અને પછી તો જોત જોતામાં તેની સ્પીડ વધી ગઈ.

એન્જિન વગર દોડી રહેલી ગાડીની જાણ ટનકપુર સ્ટેશન અધીક્ષક કે ડી કાપડીએ તરત બનબસા, ચકરપુર અને ખટીમા સ્ટેશનો તથા સાથે સાથે નિર્માણ શાખાના અધિકારીઓને આપી. જેના કારણે નિર્માણમાં લાગેલા અનેક કર્મચારીઓ ટ્રેક પરથી હટી ગયા. ઠેર ઠેર ક્રોસિંગ બંધ કરી દેવાયા હતાં. યમદૂત બનેલી એન્જિન વગરની માલગાડીની ચપેટમાં આવેલા ટ્રેકટરના ચાલકે કૂદીને જીવ બચાવ્યો હતો.

;