શુભ હસ્તાક્ષર ક્ષેમકુશળતા પ્રદાન કરે છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • શુભ હસ્તાક્ષર ક્ષેમકુશળતા પ્રદાન કરે છે

શુભ હસ્તાક્ષર ક્ષેમકુશળતા પ્રદાન કરે છે

 | 1:30 am IST

માનસિક સ્વસ્થતા અને શારીરિક સ્વસ્થતા હોય તો સરળતાથી કાર્યસિદ્ધ કરવાનું શક્ય બને છે. સવાર થતાં જ મનનાં મનસૂબાઓ સાકાર કરનારાં ગતિશીલ બને છે અને પોતાની વ્યવહાર દક્ષતાથી મનમાં વિચારેલી યોજનાની પૂર્તિ માટે કાર્યબદ્ધ બની જાય છે. જરૂર પડે ત્યાં કાયદાકીય-બંધારણીય અને ભૌતિક જવાબદારીથી સંમતિ રૂપે હસ્તાક્ષર કરવાં જ પડે છે. એ સમયે નિર્ણાયકતા અને સમયસૂચક પરિપક્વતાથી હકારાત્મક હસ્તાક્ષર કરવામાં આવે તો ફળશ્રુતિ પણ હકારાત્મક જ મળે છે. સ્વાર્થ ઉતાવળ અને મનની મેલી મુરાદો જે રાખે એનેે કાર્યસિદ્ધિનો યશ મળતો નથી અને મુશ્કેલીઓનો ઢગલો થઈ જાય છે.

હસ્તાક્ષર એ દરેક વ્યક્તિનો વિવેકપૂર્ણ અભિગમ બને તો કાર્ય સફળતાની એરણે પણ ખુશહાલ બનાવી શકે છે. નકારાત્મકતાની રજભર ભૂલ પણ બાજી હાથમાંથી છીનવી લેવા સક્ષમ હોય છે.

નેગેટિવ પ્રકારથી કયારેય ફાયદો ન મળે. એ ખાત્રીથી માનવું નેગેટિવ પ્રકારની ભૂલો કયા પ્રકારની સિગ્નેચર શૈલીથી થાય છે એ જાણવું-અમલમાં મૂકવું જરૂરી ખરું પોતાના હિત માટે.

વિક્ષેપક હસ્તાક્ષર

જે હસ્તાક્ષર લખવાથી કાર્યમાં વિક્ષેપ આવે અને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવે એવું થાય ત્યારે ઉત્સાહ-ઉમંગથી કાર્ય ન થતાં નાસીપાસ થઈને નુકસાન વેઠવું પડે છે. સમય-નાણાં અને પ્રયત્નો કરવા છતાં સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિના ગુલામ બનવું પડે છે તથા સફળતા તો મળતી જ નથી તો શા માટે એવી સિગ્નેચર (હસ્તાક્ષર) કરવાં.

સંશયવર્ધક હસ્તાક્ષર-

જે હસ્તાક્ષર જ મનમાં શંકાનો કીડો સળવળાવે અને જે હસ્તાક્ષરમાં જ ખાત્રીપૂર્વકની સફળતાનો અનુરોધ- આગ્રહ ન દેખાતો હોય એ સિગ્નેચર કરીને શું મેળવવાનું? સંશય એ કાર્યસિદ્ધિનો નબળો પાયો છે. હસ્તાક્ષર કરતી વખતે “બુલંદ સાહસ”નો અભિગમ હોય તો શરૂઆતમાં ટેમ્પો જળવાઈ રહે છે. કાર્ય કરવાની killing instirct હોવી જરૂરી છે. પરીક્ષા આપનારા તમામ પહેલો નંબર નથી લાવતા. કોઈ એક જ લાવે છે ને?

સ્ફોટ હસ્તાક્ષર- (Exploline Signature)

હસ્તાક્ષર લખવાની શૈલીમાં શાલીન, ગલીચ, સ્ફોટક અને પિશાચી પ્રકારો પણ છે. પિશાચી પ્રકાર નજરદોષનો ભોગ બનાવે છે તો ગલીપમાં મેલી મુરાદોથી કશું હડપવાની હવસ. શાલીન હસ્તાક્ષરથી કાર્યમાં શુદ્ધિ અને સ્ફોટક હસ્તાક્ષરમાં તોડફોડ અને પૂરું નુકસાન. સ્ફોટક હસ્તાક્ષર એ વધુ પડતી “એકચક્રી બની દમન” કરનાર વ્યક્તિની હોઈ શકે જે યેનકેન પ્રકારેણ સત્તા લાલુપ બની સામી વ્યક્તિને હેરાન કરવા માંગતી હોય.

રિશી કપૂર

રિશીકપૂર એક સદાબહાર-Loverboyની moge ધરાવતો અદાકાર અને કપૂર ખાનદાનનો યશસ્વી પુત્ર છે. નીતા કપૂરનો પતિ અને રણબીર કપૂરનો પિતા. પ્રેશકગણની ઘણી ચાહના મેળવનાર છે. હસ્તાક્ષરમાં અક્ષરો હલકાં-ભારી લખાય છે, પરંતુ એમાં Height છે અને સ્વભાવની એક પ્રકારની વિશેષ ખુમારી છે. અવશ્ય એને અસ્પષ્ટ હસ્તાક્ષર કહી શકાય. પરંતુ એમાં એક ટપકું આખી સિગ્નેચરને Balance કરી લે છે જે પ્રકારે સ્ત્રીના કપાળનું એક બિંદુ એના આખા સૌભાગ્યને. રિશી કપૂરની એકિંટગ સહજ અને પ્રશંસનીય છે. સ્વાસ્થ્યમાં વજન વૃદ્ધિ વધુ ન થાય એટલું સાચવે એ જરૂરી છે એ પોતાના પ્રોડક્શનમાં પારિવારિક વ્યક્તિઓને લઈને એક ફિલ્મ બનાવશે જે ટંકશાળ સાબિત થશે.

 

– વ્રજકિશોર ધ્યાની