ભાન ભૂલ્યા ભાજપ મહિલા મોરચાના મંત્રી, વાજપેયીને જીવતેજીવ આપી દીધી શ્રદ્ધાંજલિ - Sandesh
  • Home
  • Baroda
  • ભાન ભૂલ્યા ભાજપ મહિલા મોરચાના મંત્રી, વાજપેયીને જીવતેજીવ આપી દીધી શ્રદ્ધાંજલિ

ભાન ભૂલ્યા ભાજપ મહિલા મોરચાના મંત્રી, વાજપેયીને જીવતેજીવ આપી દીધી શ્રદ્ધાંજલિ

 | 4:16 pm IST

વડોદરા જિલ્લામાં ભાજપ મહિલા મોરચાના મંત્રી ટીનીબેન ત્રિવેદીએ સોશિયલ મિડીયામાં મોટો ભાંગરો વાટ્યો છે. તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી દીધી છે. આમ, કોપી પેસ્ટ મેસેજમાં ભાજપના આ મંત્રી ભાન ભૂલ્યા હતા.

નેતાઓ પોતાની પ્રસિદ્ધિ માટે ગમે તે હદે જતા રહે છે. જેમાં તેઓ ભાન પણ ભૂલીને શું કરે છે તેનું ધ્યાન રાખતા નથી. ત્યારે વડોદરાના ભાજપ મહિલા મોરચાના મંત્રી ટીનીબેન ત્રિવેદીની આવી જ એક મૂર્ખામી સામે આવી હતી. તેમણે ઉતાવળે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. હાલ વાજપેયીની તબિયત સુધારા પર છે, ત્યારે ટીનીબેન ત્રિવેદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી હતી. આમ, પોસ્ટ ફોરવર્ડ કરવામાં તેઓ ભૂલ કરી બેસ્યા હતા.