google-3-way-plan-to-target-every-indian Ravi Shankar Prasad
  • Home
  • Technology
  • ભારતમાં તમામ લોકોને ઇન્ટરનેટ મળી રહે તે માટે GOOGLEએ બનાવ્યો માસ્ટર પ્લાન

ભારતમાં તમામ લોકોને ઇન્ટરનેટ મળી રહે તે માટે GOOGLEએ બનાવ્યો માસ્ટર પ્લાન

 | 5:53 pm IST

સૂચના પ્રસારણ મંત્રી રવિ શંકર પ્રસાદે ગૂગલના CEO સુંદર પિચઇ સાથે તેમના કાર્યાલયમાં મુલાકાત કરી છે. જેમાં તેમને ભારતમાં કમ્પ્યૂટરની ભારતીય ભાષાઓનો ઉપયોગ તથા યાંત્રિક બુદ્ધિનો ઉપયોગની સાથે દરેક સ્થાનો પર લોકોને ઇન્ટરનેટ સેવા સરળતાથી મળી રહે તેવી યોજના કંપની દ્વારા બનાવવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.

ભારતીય વપરાશ કરનાર માટે કંપની તરફથી અલગ યોજના બનાવવી જોઇએ જેના માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં રવિ શંકર પ્રસાદ અમેરિકાના પ્રવાસ પર છે. જેમાં તેમને ગૂગલના કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂના મુખ્યાલય પહોંચ્યા હતા. ગૂગલે એક નિવેદનમાં કહ્યું કે, પ્રસાદ તરફથી કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત થઈ હતી. આ બેઠક દરમિયાન ભારતીય પ્રયોગકર્તાને સશક્ત કરવા માટે પ્રોદ્યોગિક ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી.

રવિ શંકર પ્રસાદે જણાવ્યું કે, ગૂગલની વિવિધ યોજનાઓને કારણે ભારતમાં લોકો માટે ઇન્ટરનેટનો ઉપયોગ સરળ બની રહેશે. જેના કારણે દરેક સ્થાનો પર લોકોનો ઇન્ટરનેટ માટેનો ઉપયોગ સરળ બની રહેશે. પ્રસાદે ભારતના દરેક સ્થાનો પર લોકોને ઇન્ટરનેટ સરળથાથી મળી રહે અને ભારતીય ભાષાઓમાં તેનો ઉપયોગ થાય તે માટે ખાસ સુવિધા આપવા માટે કહ્યું છે.

આ સાથે જ સ્ટર્ટઅપ માટે કોઇ સારી વ્યવસ્થા બને તેવું પણ કહેવામાં આવ્યું છે. યાંત્રિક બુદ્ધિ આધારિત સમાધાન તથા નવા વિચારને સ્થાન મળે તેના માટે વિવધ યોજનાઓ બનાવવા માટે કહેવામાં આવ્યું છે.