UIDAIએ આપ્યું ચોકાવનારું નિવેદન, ગૂગલ પર લગાવ્યા આવા સંગીન આરોપ - Sandesh
  • Home
  • Business
  • UIDAIએ આપ્યું ચોકાવનારું નિવેદન, ગૂગલ પર લગાવ્યા આવા સંગીન આરોપ

UIDAIએ આપ્યું ચોકાવનારું નિવેદન, ગૂગલ પર લગાવ્યા આવા સંગીન આરોપ

 | 10:26 am IST

UIDAIએ મંગળવારે સુપ્રીમ કોર્ટ સામે આધાર કેસની સુનાવણી દરમિયાન એક ચોકાવનારું નિવેદન આપ્યું છે. આધાર કાર્ડ સંરક્ષક UIDAIએ કહ્યું કે ગૂગલ અને સ્માર્ટ કાર્ડ આધારને સફળ થવા દેવા નથી માંગતી કારણકે UID ઓળખ પ્રમાણિત કરવા માટે એક સરળ ઉપાયના રૂપમાં ઉભરી રહ્યું છે, જે બાદ તે વ્યવસાયથી બહાર થશે. કોર્ટે આ વાતની આશંકા જતી છે કે આધાર માટે લેવામાં આવેલી જાણકારીઓ સુરક્ષિત છે કે નથી.

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ તરફથી વરિષ્ઠ અધિવક્તા રાકેશ દ્રિવેદીએ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષાતા વાળી સંવિધાન બેંચને જણાવ્યું કે યુરોપ આધારિત એક કોમર્શિયલ વેન્ચર તરફથી એવું અભિયાન ચલાવવામાં આવ્યું છે કે આધારને સ્માર્ટ કાર્ડની જેમ ઉપયોગ કરવામાં આવે.

તેમણે જણાવ્યું કે, ‘જો આધાર સફળ થાય છે તો સ્માર્ટ કાર્ડ આ વ્યવસાયથી બહાર થઇ જશે. ગૂગલ અને સ્માર્ટ કાર્ડ લોબી નથી ઇચ્છતા કે આધારને સફળ કરવામાં આવે અને આ જ કારણ છે કે તેમની તરફથી આધાર પર આરોપ લગાવવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની વાળી પાંચ જજોની સંવેધાનીક બેંચમાં હાજર રહેલા જસ્ટિસ ડિવાઈ ચંદ્રચૂરે કહ્યું કે મુખ્ય આશંકા એ છે કે આધાર માટે જે ડેટા લેવામાં આવ્યો છે તે ડેટાથી ચૂંટણી પરિણામ પ્રભાવિત થઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે આધાર ડેટા લીક હોવાના કારણે ચૂંટણી પરિણામને અસર થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે આધાર માટે લેવામાં આવેલા ડેટા સુરક્ષિત છે, આ કહેવું મુશ્કેલ છે કેમકે દેશમાં ડેટા સુરક્ષા ને લઈને કોઈ કાનૂન હાજર નથી.

UIDAI તરફથી રાકેશે જણાવ્યું કે, પ્લીઝ કેંબ્રિજ એનાલિટિકાને આધાર સાથે ન જોડો. આધાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ નથી કરતું અને તે વ્યક્તિગત છે. અમારી પાસે ડેટા સેફ નથી તેવો ભય લોકોમાં ફેલાવવામાં આવી રહ્યો છે. આધાર ડાઈરેક્ટ ઈન્ટરનેટ સાથે નથી જોડાયેલા, અને તેની જાણકારી કોઈ પણ ઓનલાઈન ચોરી નથી કરી શકતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન