google-celebrates-teachers-day-with-special-doodle
  • Home
  • Technology
  • Teachers Day: ગૂગલે ડૂડલ બનાવી ખાસ અંદાજમાં કર્યુ શિક્ષકોનું સન્માન

Teachers Day: ગૂગલે ડૂડલ બનાવી ખાસ અંદાજમાં કર્યુ શિક્ષકોનું સન્માન

 | 9:37 am IST

5 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં ટીચર્સ ડે મનાવવામાં આવે છે. દરેકની જૂવનમાં શિક્ષણ આપનાર, માર્ગદર્શક શિક્ષક કે ગુરૂનું આગવુ મહત્વ હોય છે. આજે ગૂગલે પણ ખાસ અંદાજમાં ડૂડલ બનાવી આજના ખાસ દિવસની ઉજવણી કરી છે. આ ખાસ અવસર પર એનિમેટેડ ડૂડલ બનાવી શિક્ષકોનું સન્માન કર્યુ છે. આ ખાસ ડૂડલમાં પહેલા શબ્દ Gને ગ્લોબનો શેપ આપવામાં આવ્યો છે. આ ગ્લોબ ફરતા ફરતા અટકી જાય છે. ત્યારબાદ ચશ્માપેહરેલા શિક્ષક જેવા દેખાય છે. ત્યારબાદ તેમાં અલગ અલગ કલરફૂલ ફુગ્ગાઓ દેખાય છે જે ગણિત, વિજ્ઞાન, સંગીત અને રમત જેવા વિષયો દર્શાવે છે.

શા માટે ઉજવાય છે શિક્ષક દિવસ?
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પર ટીચર્સ ડે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ તમે તમારા ગુરૂજીના સન્માન તેમના પ્રત્યે પ્રેમ દર્શાવવાનો દિવસ છે. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનીક તેમજ દીર્ઘ દૃષ્ટા હતા. 5 સપ્ટેમ્બર 1888માં તમિલનાડુમા તેમનો જન્મ થયો હતો. તેમના સન્માનમાં સમગ્ર દેશમાં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. 1962માં તેમને બ્રિટિશ એકેડમીના સભ્ય બન્યા હતા.

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને ઇગ્લેન્ડ સરકારે ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત કરાયા હતા. તેમને મરણોપરાંત 1975માં અમેરિકાની સરકારે ટેમ્પલ્ટન પુરસ્કારથી સન્માનીત કરાયા છે. શિક્ષણ અને રાજનીતિમાં ભારત સરકારે 1984માં ભારતરત્નથી સન્માનીત કર્યા હતા.