google doodle description of how to vote in the 1st phase
  • Home
  • Business
  • લોકસભા ચૂંટણી 2019: ગૂગલે અનોખી રીતે મતદાનનો સંદેશ આપ્યો

લોકસભા ચૂંટણી 2019: ગૂગલે અનોખી રીતે મતદાનનો સંદેશ આપ્યો

 | 9:07 am IST

ભારતીય લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણી માટે ગૂગલે ડૂડલ બનાવી સન્માનિત કરી છે. લોકસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. અને ગૂગલે તેનું ડૂડલ બનાવ્યું છે અને લોકોને મત આપવા માટે અપીલ કરી છે. આજે લોકસભાની ચૂંટણીના 7 તબક્કામાંથી પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. ગૂગલ (Google)એ ડૂડલ્સ દ્વારા લોકોને કેવી રીતે મતદાન કરવું તે વિશેની સંપૂર્ણ પ્રક્રિયાનો અર્થઘટન કર્યું છે.

મતદાન શાહીવાળી આંગળી દર્શાવતું ડૂડલ
ભારતમાં મતદાન કર્યા પછી, વાદળી શાહી મતદારોની આંગળી પર લગાવવામાં આવે છે. સામાન્ય રીતે મતદાન પછી, આંગળી પરની વાદળી શાહી લોકશાહી પ્રક્રિયામાં સામાન્ય જાહેર ભાગીદારીના ભાગરૂપે જોવા મળે છે. આજે ગુગલે ડૂડલ કરીને લોકશાહીના સૌથી મોટું ઉત્સવની ઉજવણી કરી લોકતંત્રને સમર્પિત કર્યું છે.

લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન
પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશની વિધાનસભા માટે મતદાર કરવામાં આવશે. ઓરિસ્સા વિધાનસભા માટે પણ પ્રથમ તબક્કાનું મતદાન આજે યોજવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશના, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ, લક્ષદ્વીપ, આંદમાન અને નિકોબાર ટાપુઓ અને તેલંગાણાની તમામ બેઠકો પર આજે ચૂંટણી યોજાઇ રહી છે. તેમજ આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર, ઓરિસ્સા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ કેટલીક બેઠકો પર મતદાન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન