ગૂગલ- ફેસબુકની જાહેરાત : આવકમાં ૪૪ અરબ ડોલરનો ઘટાડો થશે  - Sandesh
  • Home
  • Business
  • ગૂગલ- ફેસબુકની જાહેરાત : આવકમાં ૪૪ અરબ ડોલરનો ઘટાડો થશે 

ગૂગલ- ફેસબુકની જાહેરાત : આવકમાં ૪૪ અરબ ડોલરનો ઘટાડો થશે 

 | 1:51 am IST

। નવી દિલ્હી ।

કોરોના વાયરસની મહામારીને કારણે દુનિયાભરની મોટી કંપનીઓ માટે વર્ષ ૨૦૨૦ નુકશાન કર્તા રહ્યું છે. આ વર્ષ ઘણી કંપનીઓ માટે પરેશાનીભર્યુ બની રહેશે. રિપોર્ટ મુજબ, ગુગલ તથા ફેસબુકને ઓછી જાહેરાત મળવાના કારણે ૪૪ બિલિયન ડોલર ( ૪૪ અરબ)ની ઓછી આવક થશે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક તથા નાણાકીય સેવા કંપની કોવેન એન્ડ કંપની અનુસાર વર્ષ ૨૦૨૦માં ગુગલની કુલ ચોખ્ખી આવક ૧૨૭.૫ બિલિયન ડોલર થવાની આશા હતી. પરંતુ, કોરોનાને કારણે આમા ૨૮.૬ બિલિયન ડોલરનો ઘટાડો આવી શકે છે. આ જ પ્રકારે ફેસબુકની આવક ૬૭.૮ બિલિયન ડોલરનો અંદાજ છે પરંતુ, કોરોનાને કારણે તે આવકમાં ૧૫.૭ બિલિયન ડોલરનો ઘટાડો આવી શકે તેવી શકયતા છે.

જાહેરાતની આવક માટે વર્ષ ૨૦૨૧ ફેસબુક માટે સારું રહેશે. રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૨૧માં કંપનીની જાહેરાતની આવક ૨૩ ટકા વધીને ૮૩ બિલિયન ડોલર થઇ જશે. આ આવક દર વર્ષે આ રેટથી વધશે. કોવેન રિસર્ચ કંપનીના પૂર્વાનુમાન મુજબ, વર્ષ ૨૦૨૦માં ટ્વિટરની આવકમાં પણ ૧૮ ટકા ઘટાડો આવી શકે છે.

એર ટ્રાન્સપોર્ટને ૧૧૩ અરબ ડોલરનું નુકશાન

ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના કહેવા મુજબ, કોરોનાના પ્રભાવે એરલાઈન ઉદ્યોગે ૧૧૩ અરબ ડોલરનુ નુકશાન ઉઠાવવું પડી શકે છે. અગાઉ સ્વાઇન ફલૂ સમયે પણ આવું થયું હતું.

ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા જરૂરી ચીજવસ્તુની ડિલિવરી શરૂ કરાઇ 

લોકડાઉન વચ્ચે આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરીની સમસ્યા હવે હળવી થાય તેમ લાગી રહ્યું છે. ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા આવશ્યક વસ્તુઓની ડિલિવરી કરાશે. ઉલ્લેખનીય છે કે, કંપનીઓ દ્વારા બુધવારે ડિલિવરી નહીં કરવાની જાહેરાત કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;