Google has to remove personal loan app if fraud is uncovered
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગૂગલ આકરા પાણીએ, છેતરપિંડી કરી લોન આપનાર એપને પ્લે સ્ટોર પરથી હટાવી

ગૂગલ આકરા પાણીએ, છેતરપિંડી કરી લોન આપનાર એપને પ્લે સ્ટોર પરથી હટાવી

 | 11:05 am IST
  • Share

ગ્રાહકો સાથે છેતરપિંડી (fraud) કરી લોન આપવાની લાલચ આપી પૈસા પડાવી લેવાની ઘટનાઓએ જોર પકડ્યુ હતુ સતત નવા નવા કિસ્સાઓ સામે આવી રહ્યા. ડીજીટલ પ્લેટફોર્મ પર સરળતાથી ઠગાઇ કરીને ખીસ્સુ ખાલી કરતા લોકોની ભરમાળ છે. આ તમામ સામે હવે ગૂગલ આકરા પાણીએ છે.

ગૂગલે (Google)ઘણી પર્સનલ લોન એપ્લિકેશન્સને દૂર કરી છે જે તેના પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે ગ્રાહકો ડિજિટલ લોનના નામે થતી છેતરપિંડી અટકાવવા આ પગલું લેવામાં આવ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી કાઢી નાખેલી એપ્લિકેશનનું નામ જણાવ્યુ નહી પરંતુ કંપનીનું કહેવું છે. ગ્રાહક અને સરકારી એજન્સીઓએ અનેક એપ્લિકેશનો સામે ફરિયાદ કરી હતી.

સુરક્ષા નિયમોને તોડવામાં આવ્યા
લોકોને સરળ લોનના નામે ઠગાઇ કરવામાં આવી હતી. હવે 60 દિવસ કરતાં વધુ ચુકવણીના સમયની મંજૂરી આપતી એપ્લિકેશન્સને જ મંજૂરી આપવામાં આવશે. સમીક્ષા કર્યા પછી, જેમને સુરક્ષાના નિયમોનું પાલન ન કરાયું હોવાનું જાણવા મળ્યું છે તેમને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવ્યા છે. ગૂગલ ફક્ત તે જ એપ્લિકેશનોને મંજૂરી આપશે જેમાં લોન ચુકવણી માટે 60 દિવસથી વધુનો સમય આપવામાં આવશે.

એપ ડેવલપર્સને આપી ચેતવણી
ગૂગલે અન્ય એપ્લિકેશન ડેવલપર્સને સ્થાનિક કાયદાઓ અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા પણ ચેતવણી આપી છે, અન્યથા તેઓને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવશે.

રિઝર્વ બેન્કે ચિંતા વ્યક્ત કરી
આરબીઆઈએ ગ્રાહકોને મોબાઇલ એપ્સ પર સસ્તી લોન માટે ચેતવણી આપી હતી. આ માટે સેન્ટ્રલ બેંકે 6 સભ્યોની કમિટી પણ બનાવી છે. એપ્લિકેશન ડેવલપર્સને પણ ચેતવણી આપવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન