ગૂગલ પર પાકિસ્તાનની ઓકાત માત્ર 'ટોઇલેટ' જેટલી, પારખા કરવા સર્ચ કરો આ કી-વર્ડ - Sandesh
  • Home
  • World
  • ગૂગલ પર પાકિસ્તાનની ઓકાત માત્ર ‘ટોઇલેટ’ જેટલી, પારખા કરવા સર્ચ કરો આ કી-વર્ડ

ગૂગલ પર પાકિસ્તાનની ઓકાત માત્ર ‘ટોઇલેટ’ જેટલી, પારખા કરવા સર્ચ કરો આ કી-વર્ડ

 | 7:40 pm IST

સોશિયલ મીડિયા પર કેટલા યૂઝર્સે દાવો કર્યો છે કે, ગુગલ પર ‘બેસ્ટ ટોયલેટ પેપર ઇન ધ વર્લ્ડ’ સર્ચ કરવા પર પાકિસ્તાનનાં ઝંડાની તસવીરો સામે આવી રહી છે. ટ્વીટર પર તેને લઇ #besttoiletpaperintheworld પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયમાં લોકો પોતાના દ્વારા કરવામાં આવેલા સર્ચ રિઝલ્ટના સ્ક્રિનશોટ શેર કરી રહ્યા છે. આ પહેલા પણ ગૂગલ પર ‘ઇડિયટ’ સર્ચ કરવા પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પની તસવીર સામે આવતી હતી. ત્યાં જ ભિખારી શબ્દ સર્ચ કરવા પર ગૂગલ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનની તસવીર દેખાડતું હતું.

હાલમાં જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરના લોકો ગુસ્સામાં છે. આવામાં પાકિસ્તાન પર કાર્યવાહીની માંગ જોર પકડી રહી છે. હોઇ શકે છે કે, કોઇએ ગૂગલ બોમ્બિંગ દ્વારા ગૂગલ સર્ચ રિઝલ્ટ સાથે છેડછાડ કરી હોય.

શું હોય છે ગૂગલ બોમ્બિંગ?

ગૂગલ પર દરરોજ લાખો પેઝોની ઇન્ડેક્સિંગ કરવામાં આવે છે. જ્યારે પણ તમે કોઇ પણ કી-વર્ડ સર્ચ કરતા હોવ ત્યારે ગૂગલ પોતાના પેઝ રૈંઝ એલ્ગોરિધમ દ્વારા તે કિ-વર્ડ સાથે સંકળાયેલા રિઝલ્ટ દેખાડે છે. હવે જો કોઇ સંગઠન કે વ્યક્તિ આ પ્રકારનું ષડયંત્ર કરે છે, જેનાથી કોઇ એક કિ-વર્ડને સર્ચ કરવા પર કોઇ ખાસ તસવીર કે વેબસાઇટ સૌથી ઉપર દેખાય તો તેને ગૂગલ બોમ્બિંગ અથવા ગૂગલ વોશિંગ કહેવામાં આવે છે.

પુલવામા હુમલા બાદ ગુસ્સામાં કોઇ સંગઠન અથવા કોઇ લોકોએ મળી ‘બેસ્ટ ટોયલેટ પેપર ઇન ધ વર્લ્ડ’ કિ-વર્ડ સાથે પાકિસ્તાનનમાં ઝંડીની તસવીરનો ઉપયોગ કર્યો હશે. આ કિ-વર્ડ સાથે વાંરવાર પાકિસ્તાનનાં ઝંડાનો ઉપયોગ થવાથી ગૂગલનાં એલ્ગોરિધમનાં કારણે આવું દેખાડવામાં આવી રહ્યું છે. આ દ્વારા ગૂગલનાં સર્ચ રિઝલ્ટને પ્રભાવિત ખરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે.

ગૂગલનાં સીઇઓ સુંદર પિચાઇ અનુસાર,’ગૂગલ સર્ચનું રિઝલ્ટ અબજો કિ-વર્ડસના રેંકિંગના આધારે આવે છે. આ રેંકિંગ રિલિવેંસ અને પોપુલેરિટી જેવા 200 કારણો પર નક્કી થાય છે.’ આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગૂગલ સર્ચ રિઝલ્ટ સાથે છેડછાડ કરવી ગૂગલ અથવા ગૂગલનાં કર્મચારીઓ માટે સંભવ નથી. તેમણે જણાવ્યું હતું કે, સર્ચ રિઝલ્ટ એલ્ગોરિધમથી આપવામાં આવે છે, ન કે ગૂગલ કર્મચારીઓ દ્વારા.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન