ગુગલ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, જાહેરાત પર ચુકવવો પડશે ટેક્સ - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ગુગલ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, જાહેરાત પર ચુકવવો પડશે ટેક્સ

ગુગલ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, જાહેરાત પર ચુકવવો પડશે ટેક્સ

 | 5:20 pm IST

દુનિયાની સૌથી મોટી અને વિશ્વના સૌથી સફળ સર્ચ એન્જિન ગુગલ માટે ભારતમાં મુશ્કેલી જોવા મળી રહી છે. ગુગલ ઈન્ડિયાએ ટેક્સ મામલે અપીલીય મંચ તરફથી ઝટકો લાગ્યો છે. આયકર અપીલીય ન્યાયાધિકરણ (ITAT)એ કંપનીની જાહેરાત પર થતી આવકને ગૂગલ આયરલેન્ડ લિમિટેડને મોકલવા મામલે ટેક્સ માંગને આવકવેરા વિભાગની નોટિસને યોગ્ય ગણાવી છે.

ITATની બેંગલુરૂની ખંડપીઠે 331 પૃષ્ઠના આદેશમાં કર વિભાગની આ દલીલને યથાવત રાખી કે આ પ્રકારની ચૂકવણી રોયલ્ટી છે અને એટલા માટે તેની પર (વિદહોલ્ડિંગ ટેક્સ) સ્ત્રોત પર કપાતનો મામલો બને છે. જેના પર ગૂગલ ઈન્ડિયાએ કહ્યું કે તેઓ આ વ્યવસ્થાને સર્વોચ્ચ અદાલતમાં પડકારશે. કંપનીએ ગૂગલ આયરલેન્ડ લિમિટેડને કરેલી ચૂકવણીમાં વર્ગીકરણને લઇને ITATની પાસે અપીલ દાખલ કરી હતી.

ગૂગલ ઈન્ડિયાનો દાવો છે કે તેઓ ભારતમાં વિજ્ઞાપનદાતાઓના ગૂગલ એડવર્ડસ કાર્યક્રમના સામાન્ય વિતરક છે. જેમાં તેના વિતરણના કામ માટે મળનારી ફી કોઈ પણ અધિકારના હસ્તાંતરણ અથવા કોઈ પેટન્ટ અથવા નવપ્રવર્તનના પ્રયોગના અધિકારના ડીલની ચૂકવણી નથી. એટલે તેની પર રોયલ્ટીની જેમ ટેક્ષ લગાવવામાં આવતો નથી.

કર વિભાગને જાણવા મળ્યું કે, આકારણી વર્ષ 2012-13 માટેના સ્ત્રોત પર કપાત કર્યા વિના 1114.91 કરોડ રૂપિયા ગૂગલ આયરલેન્ડ લિમિટેડને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. જેને આધારે વિભાગને 258.84 કરોડ રૂપિયાની કર માંગની નોટિસ મોકલી. ગૂગલના પ્રવક્તાએ કહ્યું, અમે ભારતમાં બધા ટેક્ષના કાયદાનું પાલન કરીએ છીએ અને દરેક પ્રકારના ટેક્ષની ચૂકવણી કરીએ છીએ. અમે આદેશ સામે અપીલ દાખલ કરીશું.