Google is going to close the Google Play Music app running on February 24 for the last 8 years.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • Googleની એક ખાસ સર્વિસ થશે બંધ, બેકઅપ લઇ લો નહીં તો તમામ ડેટા થઇ જશે ડિલીટ

Googleની એક ખાસ સર્વિસ થશે બંધ, બેકઅપ લઇ લો નહીં તો તમામ ડેટા થઇ જશે ડિલીટ

 | 4:45 pm IST
  • Share

Google પોતાની એક ખાસ સર્વિસને બંધ કરવા જઇ રહ્યું છે. આ સર્વિસ બંધ થવાની સાથે જ Google આ સર્વિસનો તમામ ડેટા ડિલીટ કરી નાંખશે. જણાવી દઇએ કે, ગૂગલ ગત 8 વર્ષથી ચાલી રહેલ Google Play Music એપને 24 ફેબ્રુઆરીથી બંધ કરવા જઇ રહ્યું છે. 24 ફેબ્રુઆરી બાદ આ એપને કોઇ પણ પ્રકારનો સપોર્ટ નહી કરે. આવામાં જો તમે આ એપનો ઉપયોગ કરો છો તો બેકઅપ લઇ લો નહીં તો તમારો તમામ ડેટા ડિલીટ થઇ જશે. રિપોર્ટ અનુસાર ગૂગલ પોતાની Play Music એપને યૂટ્યૂબ મ્યૂઝીક એપથી રિપ્લેસ કરવા જઇ રહ્યું છે.

ગૂગલે ઇ-મેલ દ્વારા જાણકારી આપી

Googleએ પોતાના યૂઝર્સને ઇ-મેલના માધ્યમથી એપને બંધ કરવાની જાણકારી આપી છે. આ સાથે જ તેમણે યૂઝર્સને આ એપના ડેટાનો બેકઅપ લેવા પણ કહ્યું હતું. ગૂગલે ગત વર્ષે કહ્યું હતું કે, Google Play Music એપ પર પોતાના પસંદગીના ગીતો સેવ કરી રાખ્યા છે તો પોતાના ડેટાને YouTube Music એપ પર ટ્રાંસફર કરી લેવા. એક વાર ડેટા ડિલીટ થયા બાદ તેને રિકવર કરી શકાશે નહીં.

કેવી રીતે કરશો ડેટા ટ્રાંસફર

જો તેમ પણ Google Play Music એપનો ઉપયોગ કરો છો તો બને એટલું જલદી આ એપના ડેટાને ટ્રાંસફર કરી લો. પોતાના ગૂગલ પ્લે-મ્યૂઝીક ડેટાને ટ્રાંસફર કરવા માટે મોબાઇલ એપ અથવા પછી મ્યૂઝીક ગૂગલ ડોટ કોમ પર જઇ ડેટા ટ્રાંસફર કરી શકો છો. જો તમે મોબાઇલ એપનો ડેટા ડેસ્કટોપ પર ટ્રાંસફર કરવા માગો છો તો તેના માટે YouTube Music અથવા બીજા વિકલ્પ મળશે, તમે ઇચ્છો તો પોતાની આખી મ્યૂઝીક લાઇબ્રેરીને ડાઉનલોડ પણ કરી શકો છો અથવા ડિલીટ પણ કરી શકો છો.

આ કારણે બંધ થઇ રહી છે સર્વિસ

Google Play Music એપના બંધ થવાનું કારણ મ્યૂઝીક સેગમેન્ટમાં વધી રહેલ કોમ્પિટિશન છે. હાલમાં માર્કેટમાં ગણા ખરા મ્યૂઝીક એપ્લિકેશન અવેલેબલ છે, જે લોકો વચ્ચે ખુબ જ પ્રખ્યાત થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન