Google is shutting down its special service, will not be able to use it after this day ...
  • Home
  • Technology
  • ગૂગલનું ઈન્ટરનેટ બ્રાઉસર બંધ કરશે પોતાની આ ખાસ સર્વિસ, હવે નહીં કરી શકો આ કામ

ગૂગલનું ઈન્ટરનેટ બ્રાઉસર બંધ કરશે પોતાની આ ખાસ સર્વિસ, હવે નહીં કરી શકો આ કામ

 | 11:13 am IST

ગૂગલે તેની ક્રોમ એપ્સ બંધ કરવાની જાહેરાત કરી છે. ગૂગલે આ અંગેની સમયરેખા શેર કરી છે અને કહ્યું છે કે તેને જૂન, 2022 માં તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવશે. ગૂગલ ક્રોમ વેબ સ્ટોર પર કોઈપણ સમયે ટૂંક સમયમાં નવી સબમિશસ લેવામાં આવશે નહીં, કારણ કે ગૂગલ ક્રોમ એપ્લિકેશન બંધ કરવામાં આવી રહી છે.

પ્રકાશિત સમયરેખા અનુસાર ગૂગલ 2020 માર્ચથી આ પગલું લેશે, એટલે કે ત્યારથી તેની સબમિશસ બંધ થઈ જશે.

જણાવી દઈએ કે જ્યારે સબમિશન બંધ થાય ત્યારે ડેવલોપર્સ આ પ્લેટફોર્મ પર નવી એપ્લિકેશનો લાવશે નહીં. જો કે, જૂની એપ્લિકેશનો હજી ચાલશે અને વિશેષ બાબત એ છે કે હાલની એપ્લિકેશનોના ડેવલોપર્સ જૂન 2022 સુધી અપડેટ કરી શકે છે.

ગૂગલ ક્રોમ એપ્લિકેશન એ વેબ-આધારિત એપ્લિકેશન છે જે ક્રોમમાં ઇન્સ્ટોલ કરેલી છે, અને તે ફોન એપ્લિકેશનની જેમ કાર્ય કરે છે. ગૂગલ કહે છે કે આ સપોર્ટ જૂન 2020 થી વિન્ડોઝ, મેક અને લિનક્સ જેવા બધા સ્થળોએથી બંધ કરવામાં આવશે. જો કે, શિક્ષણ અને એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે તે ડિસેમ્બર 2020 સુધી સપોર્ટેડ રહેશે.

જણાવી દઈએ કે સામાન્ય રીતે ગૂગલ ક્રોમ એપ્લિકેશન લોકોમાં એટલી લોકપ્રિય નથી. ગૂગલ ક્રોમનું પોતાનું એક સ્ટોર છે જ્યાં આ એપ્લિકેશનો ઉપલબ્ધ છે. ગૂગલ ક્રોમમાં એક્સ્ટેંશન પણ છે જે ગૂગલ ક્રોમ એપ્લિકેશન્સની જેમ જ કાર્ય કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન