google lauches website for corona virus will expand to more countries
  • Home
  • Corona Live
  • કોરોના વાયરસ સામે જંગ, ગૂગલે લોન્ચ કરી વેબસાઈટ, સત્ય હકીકત જાણી શકાશે

કોરોના વાયરસ સામે જંગ, ગૂગલે લોન્ચ કરી વેબસાઈટ, સત્ય હકીકત જાણી શકાશે

 | 8:40 am IST

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગૂગલે શનિવારે અમેરિકામાં કોરોના વાયરસ સંબંધી એક વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટ પર કોરોના વાયરસ સાથે જોડાયેલ માહિતી તેમજ તમામ નવી અપડેટ તમે મેળવી શકશો. અમેરિકામાં હાલ કોરોના વાયરસ સામે લડવા માટેના તમામ પ્રકારના ઉપાય કરવામાં આવી રહ્યા છે.

એક અઠવાડિયા પહેલા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે ગૂગલ એક સ્ક્રીનિંગ વેબસાઈટ બનાવશે જે લોકોને ટેસ્ટિંગ અંગે તમામ અપડેટ આપશે. કોરોના વાયરસને લઈને હાલ ખુબજ ભયનો માહોલ છે. આ તમામ વચ્ચે કેટલાક લોકો અફવાઓ ફેલાવે છે જેનાથી જનજીવન પર વ્યાપક અસર પડે છે આવુ થતુ રોકવા અને આવા ફેક ન્યૂઝને અટકાવવા WHOએ આ પ્રશંસનીય પગલું ભર્યુ છે તેમ કહી શકાય.

ગુગલની આ વેબસાઈટ google.com/covid19 છે. ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે આ વેબસાઈટ જાણકારી આપશે, નકલી સમાચારો પર લગામ કસશે. લોકો અહીં પોતપોતાના રાજ્યની જાણકારી, સેફ્ટી બચવા માટેની ટિપ્સ, COVID-19 સાથે જોડાયેલી તમામ માહિતી મેળવી શકશે.

કંપનીએ જણાવ્યું કે આ વેબસાઈટ આગામી દિવસોમાં તમામ ભાષાઓમાં અને બીજા દેશમાં લોન્ચ કરવામાં આવશે. સાઈટને સતત અપડેટ કરવામાં આવશે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે આ તમામ કામગીરીથી વધારેમાં વધારે લોકોને ફાયદો થશે.

એ તમામ સવાલોના જવાબ મળી જશે જે કોરોના વાયરસને લઈને એક સામાન્ય માણસને થતા હોય. આ વેબસાઈટ પર તમામ માહિતી અને જાણકારી ઓફિસીયલ હશે જેથી તેના પર ભરોસો કરી શકાશે. અને ખોટી માહિતી કે ભ્રમ દૂર કરી શકાશે.

સર્ચ એન્જીન ગૂગલે કહ્યું કે કંપની સર્ચ રિઝલ્ટ અને ગૂગલ મેપ્સમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી ભરોસાપાત્ર તમામ જાણકારી પુરી પાડશે. આપને જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોનાના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. ચીન પછી ઇરાન, ઇટલી, સ્પેન અને જર્મનીમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે.

ભારત પણ કોરોનાથી બચી શક્યું નથી અત્યાર સુધીમાં દેશમાં 300થી વધારે કેસ સામે આવ્યા છે. WHO અનુસાર હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 2,35,000થી વધું છે.

આ વીડિયો જુઓ: આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ‘જનતા કર્ફ્યુ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન