google pixel 3 pixel 3xl with android pie dual front camera launched
  • Home
  • Technology
  • Google Pixel 3 અને Pixel 3 XL લોન્ચ, જાણો કિંમત અને વિશેષતા

Google Pixel 3 અને Pixel 3 XL લોન્ચ, જાણો કિંમત અને વિશેષતા

 | 11:22 am IST

Googleએ આજે ન્યૂયોર્કમાં ‘MadeByGoogle event’માં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Googleએ Pixel 3 અને Pixel 3 XLની સાથે Home Hub, Pixel Slate પણ લોન્ચ કર્યા છે.

આ બંન્ને સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર હશે અને આ 4GB રેમ, 64GB અને 128GBના સ્ટોરેજ ઓપશનમાં આવશે. આ સ્માર્ટફોનમાં ડ્યૂઅલ ફાયરિંગ સ્ટીરીયો સ્પીકર્સ હશે. Pixel 3 માં 2,915 mAhની બેટરી હશે. સાથે જ Qi વાયરલેસ ચાર્જિંગ હશે. Pixel 3 XL માં 3,430 mAhની બેટરી હશે. Pixel 3 અને Pixel 3XL માં માત્ર ડિસ્પ્લે સાઇઝ અને બેટરીનો ફરક હશે.

Google Pixel 3ના પ્રી ઓર્ડર શરૂ થઇ ગયા છે. આ ફોનના બેસ વેરિઅન્ટની કિંમત 799 ડોલર હશે. અમેરિકા સહિત કેટલાક બીજા માર્કેટ્સમાં આની રિટેલિંગ 18 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતમાં Pixel 3, Pixel 3 XL નવેમ્બરની પહેલી તારીખે લોન્ચ થશે.

ભારતમાં 64GB સ્ટોરેજવાળા Pixel 3ની કિંમત 71,000 રૂપિયા હશે. જ્યારે 128GB વાળા Pixel 3 ભારતમાં 80,000 રૂપિયામાં મળશે. જ્યારે 64GB વાળા Pixel 3 XL ની કિંમત 83,000 રૂપિયા હશે. 128GB વાળા Pixel 3 XLની કિંમત 92,000 રૂપિયા હશે.

Google Pixel 3 સ્માર્ટફોનમાં 5.5 ઇંચનું OLED ડિસ્પ્લે છે. જ્યારે Pixel 3 XL માં 6.3 ઇંચનું નોચ્ડ OLED ડિસ્પ્લે છે. Pixel 3, Pixel 3 XL આ બંન્ને સ્માર્ટફોન જસ્ટ બ્લેક, ક્લીયરલી વ્હાઇટ અને નોટ પિંક કલરમાં આવશે. ગ્લાસ બેકની સાથે આ બંન્ને સ્માર્ટફોનમાં મેટ ફિનિશ હશે. Pixel 3, Pixel 3 XLમાં લેટેસ્ટ Android 9 Pie+ Google આસિસ્ટન્ટ હશે.