Google લોન્ચ કરી શાનદાર એપ, મોબાઈલ બની જશે તમારો ગુલામ - Sandesh
  • Home
  • Technology
  • Google લોન્ચ કરી શાનદાર એપ, મોબાઈલ બની જશે તમારો ગુલામ

Google લોન્ચ કરી શાનદાર એપ, મોબાઈલ બની જશે તમારો ગુલામ

 | 12:04 am IST

ગૂગલ છેલ્લા 2 વર્ષથી એક એવી એપ બનાવવાની કોશિસ કરી રહ્યું હતું, જેનાથી પૂરા ફોનને માત્ર વોઈસ કમાંડ આપી ચલાવી શકાશે. આ એપ પહેલા Beta વર્ઝનમાં ઉપલબ્ધ હતી, પરંતુ હવે ગૂગલે આને ગ્લોબલી લોન્ચ કરી દીધી છે. આ એપનું નામ Voice Access છે જે યૂઝર્સને વોઈસ કમાંડ દ્વારા ટેક્સ મેસેજ લખવા, ગૂગલ આસિસ્ટન્ટ સાથે વાત કરી અને અલગ અલગ એપ્સને ખોલવામાં મદદ કરે છે. આ સિવાય આ એપ દ્વારા તમે અન્ય કામ પણ કરી શકો છો.

આવી રીતે કરે છે કામ – Voice Access એક વખત એક્ટિવ થયા બાદ તમે તમારી ફોન સ્ક્રીન પર તમને તમારી તમામ એપ પર નંબર જોવા મળશે. આના દ્વારા તમે સરળતાથી તમામ એપને એક્સેસ કરી શકશો. જેવું સેવ બટન અથવા ઓપ્શન મેન્યુ, અથવા તમે નંબરનો પણ ઉપયોગ કરી શકશો. મતલબ કે સાત નંબર પર જે એપ છે તેને ખોલવી છે તો, ‘click 7’ બોલીને તે એપને ખોલી શકશો. આ સિવાય તમે તેને જનરલ ઈન્સ્ટ્રક્શન પણ આપી શકો છો. જેમ કે “go back,” “show notifications” and “go home.” આની મદદથી તમે તમારા ફોનનું Wifi, Bluetooth પણ ઓન કરી શકો છો. તમે વોલ્યુમ પણ એડજસ્ટ કરી શકો છો, અને કોઈ એપને ઓપન કરવાની સાથે તેને બંધ પણ કરી શકો છો.

મેસેજ પણ ટાઈપ કરી શકો છો – ગૂગલ Voice Accessની મદદથી તમે ટેક્સ્ટ પણ કંપોજ કરી શકો છો, આ સિવાય તમે જો કોઈ ટેક્સ્ટ ખોટો લખી દીધો હોય તો, તેને રિપ્લેસ, ડિલિટ કરી શકો છો. આ સિવાય તમે આ એપની મદદથી કોઈ ટેક્સ્ટને કટ, કોપી અને પેસ્ટ પણ કરી શકો છો. આ એપમાં તમને ટેક્સ્ટ ફોર્મેટિંગનું પણ ઓપ્શન મળશે.

આ લોકો માટે છે ખુબ ફાયદાકારક – આ એપ તેવા લોકો માટે ખુબ ફાયદાકારક છે, જે કોઈ કારણ પોતાના હાથથી ફોનનો ઉપયોગ નથી કરી શકતા, આ સિવાય હાથનો ઉપયોગ કર્યા વગર માત્ર વોઈસ કમાન્ડથી ફોનનો ઉપયોગ કરવાનું ઈચ્છતા લોકો માટે આ ખુબ સરળ રહેશે. હાથેથી કોઈ અન્ય કામ કરતા હોય અને ફોનનો પણ ઉપયોગ કરવો હોય તો પણ આ ખુબ સરળ થઈ જશે, એટલે કે એક સાથે તમે બે કામ પણ કરી શકશો.

પ્લે સ્ટોરથી કરી શકો છો ડાઉનલોડ – આ એપને તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. હાલમાં આ એપ માત્ર અંગ્રેજી કમાંડને સપોર્ટ કરે છે, પરંતુ કંપનીનું કહેવું છે કે, તે ટુંક સમયમાં અન્ય ભાષાઓનો પણ સપોર્ટ ઉમેરશે.