હેકિંગથી બચવા ભારતમાં Google એ શરૂ કર્યુ SecurityCheckKiya કેમ્પેઈન - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • હેકિંગથી બચવા ભારતમાં Google એ શરૂ કર્યુ SecurityCheckKiya કેમ્પેઈન

હેકિંગથી બચવા ભારતમાં Google એ શરૂ કર્યુ SecurityCheckKiya કેમ્પેઈન

 | 6:40 pm IST

ટેકનોલોજી સેક્ટરમાં સૌથી મોટી દિગ્ગજ ગૂગલએ પોતાના યૂઝર્સને એકાઉન્ટ હેક થવાથી બચાવા માટે SecurityCheckKiya કેમ્પેઈન શરૂ કર્યુ છે. આ કેમ્પેઈન દ્વારા કંપની ત્રણ સરળ સ્ટેપ્સ દ્વારા સિક્યોરિચી ચેકઅપ કરી રહી છે. તેનો હેતું યૂઝર્સને ઈન્ટરનેટ સેફ્ટી પ્રત્યે જાગૃતતા લાવવાનો છે. તેના વિશે ગૂગલએ બ્લોગમાં લખ્યું કે, જે રીતે તમે ઘરની બહાર નિકળતી વખતે વિચારો છો કે દરવાજાને લોક કર્યુ છે કે નહી તેવી જ રીતે હવે વિચારવાનો સમય આવી ગયો છે કે ઈન્ટરનેટ પર તમે તમારી સિક્યોરિટી ચેક કરી કે નહીં?

આ સિક્યોરિટી ચેક કેમ્પેઈનનો હિસ્સો બનવા માટે તમે g.co/securitycheckup પર પોતાની વેબ સિક્યોરિટી ચેક કરી શકો છો. જેમાં ગૂગલ યૂઝર્સને ઓનલાઈન સેફ્ટી માટે 3 સ્ટેપ્સ બતાવશે.

1. એકાઉન્ટ હેકિંગથી બચવા માટે એન્ડ્રોઈડ ડિવાઈસ અને G-mail યૂઝર્સ માટે ‘ગૂગલ સિક્યોરિટી’ પર ક્લિક કરીને એકાઉન્ટની એક્ટિવિટી ચેક કરી શકે છો.

2. ગૂગલ પ્લે પ્રોટેક્ટ દ્વારા ખતરનાક અને નુકસાન થાય તેવી એપને સ્કેન અને ચેક કરો.

3. જો એન્ડ્રોઈડ ડિવાઈસ ખોવાઈ જાય તો “Find My Device” એપ દ્વારા ડિવાઈસથી લોકેશનની જાણકારી મેળવી શકો છો.