Google making people fool by using its often on searching web
  • Home
  • Technology
  • ગૂગલે લોકોને બેવકૂફ બનાવી દીધાં છે !!!

ગૂગલે લોકોને બેવકૂફ બનાવી દીધાં છે !!!

 | 12:31 am IST

શું તમે હંમેશાં અટકળ લગાવતા રહો છો કે શું સામાન્ય પ્રશ્નના ઉત્તર શોધવામાં મુશ્કેલીનો સામનો કરતા રહ્યા છો? ડોઇટ્સે વેલેએ ન્યૂરોસાયન્ટિસ્ટ ડીન બર્નેટને પૂછયું કે તેના માટે શું ગૂગલ જવાબદાર છે? ગૂગલ પર મળતી માહિતીઓએ આપણું જીવન સરળ કરી દીધું છે, પરંતુ દરેક સવાલના જવાબ ગૂગલ પર શોધવા મગજ પર કેટલી અસર કરે છે, એ અંગે જણાવે છે ન્યૂરો સાયન્ટિસ્ટ અને લેખક ડીન બર્નેટ.

બુદ્ધિમત્તા માટે આનુવાંશિક કારણ જવાબદાર

નહીં, મને નથી લાગતું કે એવું થઈ રહ્યું છે. વાસ્તવમાં આ તર્કની પાછળ એ કારણ હોઈ શકે કે લોકો પહેલાં લાંબા નિબંધ, કવિતા યાદ રાખી શકતાં હતાં. કંઈક એવું જ શાળાઓમાં ભણાવાતું હતું, પરંતુ મને નથી લાગતું કે કોઈ પાઠને યાદ રાખવો એ મગજમાંની બુદ્ધિનું પ્રતીક છે, સાથે જ એવું નહીં કરી શકવું એ કાંઈ તમને બેવકૂફ સાબિત કરતું નથી. બુદ્ધિમત્તા માટે કેટલાંય સાંસ્કૃતિક અને આનુવાંશિક કારણ જવાબદાર હોય છે. તમે કેટલી વાત યાદ રાખી શકો છો, તેના કરતાં તમે જાણકારીનો ઉપયોગ કઈ રીતે કરી શકો છો તે વધુ મહત્ત્વનું છે. ગૂગલ આપણને વધુમાં વધુ જાણકારી આપી શકે છે, જેને આપણું મગજ સતત પ્રોસેસ કરતું રહે છે. એ માટે જ એમ પણ કહી શકાય કે ગૂગલ આપણને વધુ સ્માર્ટ બનાવી રહ્યું છે.

ગૂગલે આપણાં એટેન્શન સ્પાનને કઈ રીતે પ્રભાવિત કર્યું છે?

આ અંગે હું કશું નક્કર તો કહી શકતો નથી, કેમ કે ગૂગલ આપણાં જીવનમાં આવ્યાને ઘણો સમય થયો નથી, તેથી આ મુદ્દે અત્યાર સુધી કોઈ ન્યૂરોલોજિકલ રિસ્પોન્સ વિકસિત થયો નથી. ન્યૂરોફિઝિયોલોજિકલ સ્તર પર એટેન્શન સ્પાન એવો જ છે, જેવો હંમેશાં રહ્યો છે. એવું પણ નથી કે લોકો હવે કોઈ ચીજ પર એવું ધ્યાન કેન્દ્રિત કરી શકતાં નથી, જેવું પહેલાં કરતાં હતાં. માનવીનું મગજ ઉત્તેજના અને સુખદ ગતિવિધિઓના મામલે નવી ચીજો અને જાણકારીઓને હંમેશાં પ્રાથમિકતા આપે છે. એ સંજોગોમાં ગૂગલ તો તમારો પરિચય અસંખ્ય નવી ચીજો સાથે કરાવે છે, તો સ્વાભાવિક છે કે લોકો સામે પડેલી ચીજને જોવાને બદલે તેનાથી વધુ બહેતર ચીજ જોવાનો પ્રયાસ કરશે.

શું મગજ ગૂગલની બધી માહિતી સાથે મુકાબલો કરી રહ્યું છે?

લોકો સામાન્ય રીતે એ વાતને નથી માનતાં કે માનવીનું મગજ બહેતર રીતે સૂચનાઓનું પ્રોસેસિંગ કરી તેને ફિલ્ટર કરવાનું જાણે છે. અમારો વિવેક જ મસ્તિષ્કને ઘણી જાણકારી આપે છે. મગજને એવી સૂચનાઓને ફિલ્ટર કરી તેને મહત્ત્વ આપવાનું તંત્ર વિકસિત કરી ચૂક્યું છે. ગૂગલ પણ એવું જ કંઈક છે, પરંતુ તફાવત એ છે કે અહીં મળતી જાણકારી સંક્ષિપ્ત હોય છે.

શું મગજને બદલે ગૂગલ પર વધુ વિશ્વાસ કરાઈ રહ્યો છે?

આ એક મુદ્દો ખૂબ જ ચર્ચાને પાત્ર ગણી શકાય તેવો છે. આજે લોકો પોતે કામ કરવાને બદલે ગૂગલ પર સરળતાથી પહોંચી શકે છે, પરંતુ એ આદત બધામાં અલગ અલગ હોય છે. એ જ સૂચનાઓનું પ્રોસેસિંગ કરવું મગજ માટે એક નાનકડું કામ છે. એ સંજોગોમાં હજુ પણ એમ કહેવું મુશ્કેલ છે કે ગૂગલ મગજને કઈ રીતે પાછળ રાખી દેશે.

ગૂગલે તમને કેટલા બદલી નાખ્યા?

ગૂગલ કેટલાય પ્રકારે મારા જીવનમાં ક્રાંતિકારી ફેરફાર લાવ્યું છે. હું વિજ્ઞા।નનો લેખક છું, જેમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે. એ સંજોગોમાં ગૂગલ મને કોઈ અભ્યાસની તપાસ કરવાની ક્ષમતા આપે છે. એ કહી દઉં કે કયો અભ્યાસ શું કહી રહ્યો છે અને તે મારા માટે કેટલો મહત્ત્વનો છે. સાથે જ હું કોઈ અભ્યાસના વિરોધાભાસી તથ્યો પણ જાણી શકું છું. ડીન બર્નેટ એક ન્યૂરોસાયન્ટિસ્ટ, લેખક અને કોમેડિયન છે.