Google Map shows Kashmir map disputed when seen from outside india
  • Home
  • Featured
  • ગૂગલ મેપ પર કાશ્મીરના બે નકશા! ભારત માટે હિસ્સો પણ બીજા દેશો માટે વિવાદિત ક્ષેત્ર

ગૂગલ મેપ પર કાશ્મીરના બે નકશા! ભારત માટે હિસ્સો પણ બીજા દેશો માટે વિવાદિત ક્ષેત્ર

 | 10:38 pm IST

ગૂગલે તેની મેપ(Google Map) સર્વિસમાં દુનિયાભરના દેશોની સરહદોને નવેસરથી ડિઝાઇન કરી છે. સતત ખોટા મેપના કારણે ટીકાઓનો સામનો કરવાના કારણે ગૂગલ કંપનીએ હવે આ નવી વ્યવસ્થા શરૂ કરી છે. હવે ખ્યાલ રાખવામાં આવશે કે ગૂગલ મેપ પર તમે કઈ જગ્યાએ બેસીને જોઈ રહ્યા છો.

માહિતી મુજબ જે દેશમાં તમે મેપ જોઈ રહ્યા છો એ મુજબ જ તમને મેપ દેખાશે. જો તમે ભારતમાં રહીને ભારત અને ખાસ કરીને કાશ્મીરનો નક્શો જોઈ રહ્યા છો તો તેમને આખા જમ્મુ-કાશ્મીરનો નક્શો જોવા મળશે. પરંતુ જ્યારે તમે દુનિયાના કોઈ અન્ય દેશમાં બેસીને મેપ જોશે તો તમને સંપૂર્ણ કાશ્મીર વિવાદિત દેખાશે. અમેરિકાની એક મીડિયા એજન્સી મુજબ જ્યારે તમે ભારતમાં રહીને કાશ્મીરનો નકશો જુઓ છો તો તમને આખું જમ્મુ-કાશ્મીર ભારતના નકશામાં દેખાશે. પરંતુ જ્યારે તમે દુનિયાના બીજા દેશોથી જોશો તો તેને ડોટેડ લાઇનથી વિવાદિત ભાગ તરીકે દેખાડવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ગૂગલ માનચિત્ર હવે તમારા દ્વારા શોધવામાં આવેલ દેશના આધારે બદલાય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ અંગે કંપનીના પ્રવક્તાએ કહ્યું કે ગૂગલ પાસે એવા વિવાદિત ક્ષેત્રોને દેખાડવા માટે એક સુસંગત અને વૈશ્વિક નીતિ છે, જે વિવાદિત અથવા દાવો કરનાર રાષ્ટ્રો દ્વારા કરવામાં આવે છે. જો કે, તેમણે કહ્યું કે આનો અર્થ એ નથી કે અમે કોઈનો પક્ષ લઈ રહ્યા છીએ. પરંતુ કેટલીક વસ્તુઓને સ્થાનીય ડોમેન માટે સ્થાનીયકૃત કરવામાં આવી છે.

ગુગલના પ્રવક્તાએ કહ્યું કે અમે અમારા ઉપયોગકર્તાને સૌથી સમૃદ્ધ, અપડેટ અને સટીક માનચિત્ર ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ. સાથે તેમણે કહ્યું કે અમે બોર્ડરને ઉપલબ્ધ ડેટાના આધારે અપડેટ કરીએ છીએ. અમે આ માહિતી અધિકૃત રીતે જવાબદાર સ્ત્રોતથી લઈએ છીએ. રિપોર્ટ મુજબ આર્જેન્ટિનાથી લઈ યુનાઇટેડ કિંગડમ અને ઇરાન સુધી સરહદો અલગ-અલગ દેખાય છે. આ તેના ઉપર નિર્ભર કરે છે કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો. એવું એટલા માટે છે કારણ કે ગૂગલ અને અન્ય ઓનલાઇન માનચિત્રકાર તેને બદલે છે.

આ વીડિયો પણ જુઓ: નવસારીમાં કુખ્યાત વસીમ બિલ્લાની હત્યાનો કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન