google-maps-introduce-new-features-for-ios-app
  • Home
  • Technology
  • Google Mapsમાં આવ્યુ નવુ ફીચર્સ, હવે રસ્તો સરળતાથી મળશે

Google Mapsમાં આવ્યુ નવુ ફીચર્સ, હવે રસ્તો સરળતાથી મળશે

 | 4:22 pm IST

Google Maps તેની એપમાં એક નવુ ફિચર્સ જોડ્યુ છે. હવે યૂઝર્સ જે રસ્તે જઇ રહ્યા છે Google Maps તેને ત્યાનું એલિવેશન ચાર્ટ બતાવશે. આનાથી એ જાણી શકાશે રસ્તામાં કેટલા ખાડા ટેકરા છે રસ્તો કેટલો સીધો છે. જો કે અત્યારે તો આ ફિચર્સ ફક્ત આઇઓએસ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે.

એલિવેશન ચાર્ટથી યૂઝર્સને એ જાણવામાં મદદ મળશે કે જે રસ્તે તે જઈ રહ્યો છે ત્યા ચાલવુ કે વાહન ચલાવવુ કેટલુ સરળ કે મુશકેલ છે. જે લોકો વધારે કેલરી વાપરવા માગે છે તેમના માટે ઉંચાઈ વાળો રસ્તો બતાવશે, એપલ વોચ યૂઝર્સ એપને વોચ સાથે જોડી પણ શકશે.

નવુ ફીચર્સ સાથે ઈવેન્ટ સેક્શન પણ જોડવામા આવ્યુ છે જેનાથી યૂઝર્સ પોતાની આસપાસ મૂવી, શૉ તેમજ કોન્સર્ટ ઈવેન્ટની જાણકારી આપશે. ટૂંક સમયમાં Google Mapsમાં એક નવુ ફિચર્સ જોડાશે.માનવામા આવી રહ્યુ છે કે Commute નામના આ ફિચર્સમાં ડ્રાઈવિંગ અને ટ્રાસિંટ ટેબનો ઓપ્શન આપશે. આ ફિચર્સથી તમે ઘરથી ઓફિસનો સરળ રસ્તો શોધી શકશો. જો તમને એક રસ્તો ન ફાવે તો તમે બીજો રસ્તો શોધી શકો છો.