google-maps-rolling-out-feature-to-report-accidents-speed-traps
  • Home
  • Featured
  • Google લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ

Google લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ

 | 9:43 am IST

Google Map નેવિગેશનના યૂઝર્સ હવે અકસ્માત અને ઓવરસ્પીડિંગ પર પણ રિપોર્ટ કરી શકશે. ગૂગલે નેવિગેશન એપ્લિકેશનમાં અકસ્માત રિપોર્ટિંગ ફિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુવિધા ફક્ત એન્ડ્રોઈડ યૂઝર્સ ઉપયોગ કરી શકાશે, પરંતુ તે ટૂંક સમયમાં આઇફોન યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાશે.

સુત્રો મુજબ અકસ્માત અને ઓવરસ્પીડિંગની જાણ કરવા માટેનું આ ફીચર દુનિયાભરનાં એન્ડ્રોઈડ યૂઝર્સને મળશે. આ ફીચરમાં ‘Add a report’ ફંક્શન એડ કરવામાં આવ્યું છે. જે યૂઝરને ગૂગલ મેપ નેવિગેશનનો ઉપયોગકર્તાને તે સમયે અકસ્માત અને ઓવર સ્પીડિંગની જાણકારી આપે છે.

ગૂગલ મેપ નેવીગેશનના ઉપયોગ સમયે ‘Add a report’ ઓપ્શન ઉપર ક્લિક કરવું પડશે. જેથી નેવીગેશન સ્ક્રિન પર આપેલા રિપોર્ટ બટનથી ઓપન કરી શકશે. એકવાર ‘Add a report’ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી યૂઝર સીધા જ ગૂગલથી અકસ્માત અને ઓવરસ્પીડિંગની જાણકારી મેળવી શકશે.

ગૂગલ મેપ અન્ય યૂઝર્સ દ્વારા અપાયેલા આંકડા પણ દર્શાવશે. જેથી યૂઝર નક્કી કરી શકશે કે તેને એ રસ્તે જવું જોઈએ કે કેમ? સૌથી ખાસ વાત એ છે કે, આ ફીચર મોબાઈલમાં ગુગલ નેવીગેશન શરૂ કરતાની સાથે જ ડિસ્પ્લે ઉપર દેખાશે. જેના દ્વારા યૂઝર માત્ર અકસ્માત કે ઓવરસ્પીડિંગની જાણકારી જ નહીં પણ ટ્રાફિકજામ અને રસ્તો બંધ હોવાની જાણકારી પણ મેળવી શકશે.

ગુગલ મેપે રિસર્ચ કર્યું કે લોકો મેપ પર રસ્તો શોધતી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરે છે. રસ્તામાં આવતી અડચણો, રોડ બ્લોક જેવી સમસ્યાઓ અંગે રિપોર્ટ કરતા હતા. ત્યારે નવા ફિચર્સથી ગુગલ મેપ પરનું નેવિગેશન સરળ બનશે. માત્ર અકસ્માતોઅને સ્પીડ નહીં પરંતુ રસ્તામાં આવતી અડચણો અને મુશ્કેલીઓ અંગે પણ જાણકારી આપવામાં આવશે.

જો કે, ગુગલે આ નવા ફિચર્સની જાહેરાત કરી નથી પરંતુ ટૂંક સમયમાં આ નવુ ફિચર્સ વૈશ્વિક લેવલે ગુગલ મેપ યુઝરોને મદદરૂપ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન