Google patents a foldable phone with multiple pages
  • Home
  • Technology
  • ગુગલે ફોલ્ડેબલ સ્માર્ટફોનની પેટર્ન રજુ કરી, જાણો તેની ખાસિયતો

ગુગલે ફોલ્ડેબલ સ્માર્ટફોનની પેટર્ન રજુ કરી, જાણો તેની ખાસિયતો

 | 11:33 am IST

સેમસંગ હુવાવે બાદ હવે ગુગલે પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુગલે 4 સ્ક્રીનવાળા ફોલ્ડેબલ સ્માર્ટફોનની પેટર્ન રજુ કરી છે.

આ વર્ષ સ્માર્ટફોનની દુનિયામાં ફોલ્ડેબલ ડિઝાઇનવાળા સ્માર્ટફોનનો દબદબો જોવા મળ્યો છે. સરળતાથી નોટબુકની જેમ વાળી શકાય તેવા મોબાઇલ ટ્રેન્ડમાં છે. સેમસંગ અને હુવાવે કંપનીએ પોતાના ફોલ્ડેબલ સ્ક્રીનવાળા સ્માર્ટફોન રજુ કર્યા હતા. જોકે, જાયન્ટ કંપની ગુગલનો પણ આ રેસમાં હવે સમાવેશ થઈ ગયો છે.

સોશિયલ મીડિયા પર હાલ એક તસવીર વાયરલ થઇ રહીં છે. તસવીરમાં ચારેબાજુથી સ્ક્રિન વળી શકે તેવા સ્માર્ટફોનના ડિવાઇઝને ગુગલે પેટન્ટ કરાવી છે.

સેમસંગ અને ગુગલ આ બંને કંપનીના સ્માર્ટફોનમાં એટલું જ અંતર છે કે, સેમસંગ Galaxy Fold ખૂલીને અંદરથી મોટી સ્ક્રિન જોવા મળે છે.

આ ફોલ્ડેબલ સ્માર્ટફોન માટે ગુગલે વિચારીને કામ કર્યું હોય તેવું જણાય છે. કારણ કે સ્માર્ટફોનની ચાર સ્ક્રિન છે, જે નોટબુકના પેઇઝની જેમ વચ્ચે ફોલ્ડ કરેલી જોવા મળે છે. જેના પર ક્લિક કરીને સરળતાથી બીજી વિન્ડો પર જઇ શકાય છે, જે મલ્ટિટાસ્કિંગ તરીકે કામ કરી શકે છે.

મહત્વનું છે કે કંપનીએ પેટન્ટ કરાવેલી ડિઝાઇનનો પ્રોડક્ટ તરીકે માર્કેટમાં લોન્ચ કરે. અગાઉ પણ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે કંપનીએ કોઇ ડિઝાઇન રજુ કરી હોય અને તે માર્કેટમાં ક્યારેય લોન્ચ કરી ન હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન