Google Play Store 3 Tricks And Tips For Saving Data Battery And More
  • Home
  • Featured
  • Google પ્લેસ્ટોર પર કરો આ ત્રણ મોટા સેટિંગ્સ, બેટરીની સાથે તમારો ખાસ્સો એવો ડેટા ગેરંટીથી બચશે

Google પ્લેસ્ટોર પર કરો આ ત્રણ મોટા સેટિંગ્સ, બેટરીની સાથે તમારો ખાસ્સો એવો ડેટા ગેરંટીથી બચશે

 | 9:43 am IST

જો તમે ઘરેથી પણ કામ કરો છો અથવા તમારા ઘરમાં નાના બાળકો છે, તો તમારા ફોનનો ડેટા અને બેટરી ખૂબ જ ઝડપથી ખતમ થઈ જતી હશે. આ સામાન્ય વાત છે કે આખો દિવસ ફોન ચલાવીને ડેટા અને બેટરી બંનેનો વપરાશ થાય છે. પરંતુ ઘણી વખત એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એવી કેટલીક સેટિંગ્સ હોય છે જેના વિશે આપણે જાણતા નથી. જો કે, આ સેટિંગ્સ બદલીને ડેટા અને બેટરીની સમસ્યાને દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ કે આપણે આપણા ફોનની બેટરી અને ડેટા કેવી રીતે બચાવી શકીએ.

1. સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરની સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરવા પડશે

આ માટે પ્લે સ્ટોર સેટિંગ્સ પર જાઓ અને ‘Auto અપડેટ એપ’ પર જાવ. અહીં ‘ ડોન્ટ Auto અપડેટ એપ્લિકેશન પસંદ કરો. જો તમે ઓવર એટલે કે કોઈ નેટવર્ક ઉપર પસંદગી કરી છે, તો એપ્લિકેશનનો અપડેટ આવતાની સાથે જ તે ઓટો અપડેટ થશે. તેનાથી ડેટા અને બેટરી જલ્દી ખતમ થાય છે.

2. તેના પછી ફોનની બેટરીને આ રીતે સેવ કરો

જો તમે પ્લે સ્ટોરનો વધુ ઉપયોગ કરો છો અને તેનાથી ફોનની બેટરીને વધુ ઝડપથી ખતમ થાય છે, તો તમારે અહીં પણ સેટિંગ બદલવી પડશે. આ માટે સેટિંગમાં જઈને ‘થીમ’ પર ટેબ કરો, પછી ‘સેટ બાય બેટરી સેવરને સિલેક્ટ કરો. આ સેટિંગ સાથે પ્લે સ્ટોરના ઉપયોગ દરમિયાન બેટરી ઓછી ડિસ્ચાર્જ થશે.

3. ત્રીજી અને છેલ્લી સેટિંગ

ઘણી વખત એપ્લિકેશન્સ ફોનમાં આપમેળે ઇન્સ્ટોલ થઈ જાય છે, જે તમારા ડેટા અને બેટરી બંનેનો વપરાશ કરે છે. તેના માટે તમારે સેટિંગ્સ પર જવું પડશે અને ‘પેરેંટલ કંટ્રોલ’ પર જવું પડશે. અહીં, જેવું જ તમે કંટ્રોલને ઓન કરશો કે તમારે 4 ડિજિટનો પાસવર્ડ નાંખવાનો રહેશે. જેવો જ પાસવર્ડ સેટ થઈ જશે કે તે પછી Play Store જ્યારે પણ ખોલશો ત્યારે પાસવર્ડ પૂછશે.

તેના સિવાય તમે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ થોડા સેટિંગ કરીને કામ વગર આવનારી ફાઈલ, ફોટો, વીડિયોથી તમારા ફોનની મેમરીને બચાવી શકો છો. ઘણી વખત તો વોટ્સએપનો ઉપયોગ અમુક લોકો પોતાના બિઝનેસ પ્રમોટ કરવા માટે પણ કરે છે. એવામાં ગુસ્સો ત્યારે આવે છે, જ્યારે તમે કોઈ ગ્રુપમાં સામેલ ન થવા માંગતા હોય અને તમને પુછ્યા વગર વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેવામાં આવે છે. તમારા ફોનમાં ઘણી જરૂરી સેટિંગ્સ પણ હોય છે જેનાથી તમે તમારા ફોનને સિક્યોર કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન