ગૂગલે પ્લેસ્ટોરમાંથી હટાવવી દીધી આ ફેમસ એપ, શું તમારી પાસે છે? - Sandesh
  • Home
  • Technology
  • ગૂગલે પ્લેસ્ટોરમાંથી હટાવવી દીધી આ ફેમસ એપ, શું તમારી પાસે છે?

ગૂગલે પ્લેસ્ટોરમાંથી હટાવવી દીધી આ ફેમસ એપ, શું તમારી પાસે છે?

 | 2:49 pm IST

સરાહા એપ તમને યાદ જ હશે. ગત વર્ષે આ એપ ચર્ચાનો વિષય બની હતી. જેમાં કોઇ પણ પોતાનું નામ છુપાવીને તમને મેસેજ કરી શક્તું હતું. સાઉદી અરબના ડેવલોપર દ્વારા બનાવવામાં આવેલ એપ પર 30 કરોડથી વધુ લોકો દ્વારા એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે તેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર માંથી ડિલીટ કરવામાં આવી છે.

વાસ્તવમાં સરાહા એપ લોકોને સાઇબર બુલિંગની સુવિધા પ્રદાન કરી રહ્યું હતું. જેના પર ઓસ્ટ્રેલિયાની રહેવાસી એક મહિલાએ પિટીશન ફાઇલ કરતાં કહ્યું કે, તેમની 13 વર્ષની દીકરીને આ એપ પર ઘણાં આપત્તિજનક મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. સતત આ પ્રકારના મેસેજ આવતાં હોવાથીએ મહિલાએ Change.org પર ઓનલાઇન પિટીશન દાખલ કરી હતી.

આ પિટીશનામાં કહેવામાં આવ્યું હતું કે, આ એપ લોકોને ગભરાવવા અને પોતાની જાતને જ નુકસાન પહોંચાડવા માટે પ્રોતસાહિત કરનારી છે. આ પિટીશન ફાઇલ કર્યો પછી જેના પર આશરે 4,70,000 લોકોએ હામી ભરી હતી. જેના પર બંને પ્લેટફોર્મે પ્રતિક્રિયા આપતાં તેને હટાવી લીધી છે.

હવે આ એપને ગૂગલ કે એપલ માંથી ડાઉનલોડ કરી શકાશે નહીં, પરંતુ જો તમારાં મોબાઇલમાં આ એપ હશે તો તમે તેનો વપરાશ કરી શકશો. સરાહા એપના સીઈઓ અને ડેવલોપર ઝાઇન અલાબદ્દીન ટોફિક્ દ્વારા પોતાની એપ પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, આ એપ નાનાં બાળકો અને ટીનએજર માટે નથી બનાવવામાં આવી. બંને કંપની આ મુદ્દા પર વિચાર કરી ભવિષ્યમાં ફરીથી આ એપ અંગે વિચારશે.