ટૂંક જ સમયમાં Google લોન્ચ કરશે તેની નવી મેસેજીંગ એપ Reply - Sandesh
  • Home
  • Technology
  • ટૂંક જ સમયમાં Google લોન્ચ કરશે તેની નવી મેસેજીંગ એપ Reply

ટૂંક જ સમયમાં Google લોન્ચ કરશે તેની નવી મેસેજીંગ એપ Reply

 | 4:11 pm IST

ગૂગલ અત્યારે તેની એક નવી એપ પર કામ કરી રહી છે, જેનું નામ Reply રાખવામાં આવ્યું છે. અહીં ગૂગલએ એક્સપરિમેન્ટલ ડિવિઝન તૈયાર કર્યું છે જેને Area 120 પણ કહેવામાં આવે છે. અંહી તૈયાર કરવામાં આવેલાં નવા પ્રોડ્કટનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તેને કટલીક વાર થોડા સમય માટે બંધ પણ કરવામાં આવે છે.

Reply એપ દ્વારા વ્હોટ્સએપ, ટ્વિટર ડાયરેક્ટ મેસેજ, ફેસબુક મેસેંજર અને બીજી ઈન્સ્ટેન્ટ મેસેંજીંગ એપનાં મેસેજને રિપ્લાય કરી શકાશે. જો કે તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં નથી આવી.

તમને જણાવી દઈએ કે ગૂગલ Reply સામાન્ય મેસેંજર કરતા અલગ છે. અહીં મેસેજનો શું રિપ્લાય આપવો તેનું સજેશન પણ આ એપ આપશે. Reply એપ પર પ્રિડિક્શન અને સજેશન તમને તમારી લોકેશન અને પહેલા કરવામાં આવેલી વાતચીતના આધારે આપશે. તેના માટે તમારે એપ માટે તમારું લોકેશન અને બીજી પરમિશન આપવી પડશે.

આ એપ સેટઅપ કરવા માટે તમારે નોટિફિકેશનની પણ પરમિશન પણ આપવાની રહેશે. આ એપ તમને તમારા લોકેશનથી લઈને ડેસ્ટિનેશન સુધી કેટલો સમય લાગશે તે પણ બતાવશે. તે સિવાય જો તમે બાઈક ડ્રાઈવ કરી રહ્યા હશો અને મેસેજનો રિપ્લાય કરી થઈ શકશે નહીં તેવી સ્થિતીમાં તે ઓટો રિપ્લાય આપશે. તેના માટે તમારે ઓટો ઓપ્શન ઓન કરવાનું રહેશે.

આ એપમાં ઓન ટ્રેન, વોકિંગ અને ડ્યૂરિંગ મીટિંગ જેવા ઓપ્શન પણ આપવામાં આવ્યા છે, જેથી જ્યારે પણ તમે વ્યસ્ત હશો ત્યારે તે ઓટો રિપ્લાય સેન્ડ કરશે. તેમજ એપ તે જે સમયે તમે ડ્રાઈવ કરી રહ્યા હશો ત્યારે ડુ નોટ ડિસ્ટર્બ તેવો ઓટોમેટિક રિપ્લાય સેન્ડરને મોકલશે.