google search frauds are on rise be alert by following these suggestions
  • Home
  • Featured
  • Google પર ગમે તે સર્ચ કરતા પહેલા સાવધાન, ચુકવવી પડશે ભારે કિંમત

Google પર ગમે તે સર્ચ કરતા પહેલા સાવધાન, ચુકવવી પડશે ભારે કિંમત

 | 1:18 pm IST

ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓ દિવસે ન વધે એટલા રાત્રીના સમયે વધી રહ્યા છે. હેકર્સ ચપટી વગાડતા સુધીમાં પર્સનલ ડીટેલ્સની ચોરી કરી શકે છે. આ પ્રકારની છેતપરપિંડી સૌથી વધુ Google પર સર્ચ કરવામાં આવે છે. શાતિર દિમાગના હેકર્સ Google પર સર્ચમાં આપેલા નંબરને બદલીને યૂઝર્સને જાળમાં ફસાવી લે છે. 

Google સર્ચમાં આપેલા નંબરને Google વેરિફાઈ નથી કરતુ. હેકર્સ આનો ફાયદો ઉઠાવી ચપડી વગાડતા જ ફ્રોડ કરી શકે છે. Google સર્ચ પર નકલી કન્ટેન્ટ ડીટેલ, એડ્રસ અને વેબસાઈટની ભરમાર જોવા મળે છે.

આથી ક્યારેય ભૂલથી પણ તમારી બેન્કિગ વેબસાઈટને ગુગલ પર સર્ચ ના કરશો. કેમકે આવુ કરશો તો તમારી તમામ માહિતી ખુબજ સરળતાથી હેકર્સના હાથમાં જઈ શકે છે. બેન્કની ઓફિશિયલ વેબસાઈટનો જ ઉપયોગ કરો.

કસ્ટમર કેર નંબર પર ન કરશો ભરોસો
કસ્ટમર કેરમાંથી વાત કરૂ છુ આવુ કહીને ફોન કોલ્સ આવે તો ક્યારેય ભરોસો ન કરવો. Google સર્ચ કરીને ક્યારેય એપ ડાઉનલોડ ન કરશો. 

સ્માર્ટફોન યૂઝર્સ હંમેશા ગૂગલ સર્ચથી જ ડિવાઈસમાં નવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું પ્રીફર કરે છે. આવું કરવાનું તમારા માટે ખતરનાક સાબિત થશે. એપ ડાઉનલોડ કે અપડેટ કરવા વેરિફાઇટ સોર્સ જેમકે ગૂગલ પ્લે સ્ટોરનો જ ઉપયોગ કરવો.

આ વીડિયો જુઓ: સુરતમાં કોરોના વાઈરસને લઈને તંત્ર એલર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન