Google shared password security checkup link on safer internet day
  • Home
  • Featured
  • તમારો પાસવર્ડ કેટલો છે સ્ટ્રોંગ જાણીલો, Google લાવ્યુ ખાસ ફીચર

તમારો પાસવર્ડ કેટલો છે સ્ટ્રોંગ જાણીલો, Google લાવ્યુ ખાસ ફીચર

 | 1:14 pm IST

આપણે સૌ કોઈને કોઈ રીતે Googleનો ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે એ વાતને લઈને પણ થોડુ ટેન્શન રહે છે ક્યાંક આપણી ખુબજ અંગત માહિતી લીક તો નથી થઈ ને આપણું અકાઉન્ટ હેક તો નથી થયું ને આ માટે કંપનીએ ગ્રાહકો માટે એક ખાસ ફીચર તૈયાર કર્યુ છે જેની મદદથી તમે જાણી શકશો કે તમારો પાસવર્ડ કેટલો સિક્યોર છે. પાસવર્ડ સ્ટ્રોન્ગ હોવો ખુબજ જરૂરી છે. આ માટે કેટલાક પેરામીટર સેટ કરવામાં આવ્યા છે જેનાથી તમે તમારો પાસવર્ડ સ્ટ્રોંગ બનાવી શકો છો.

તમે પાસવર્ડ હેક થયો છે કે નહી, રીયૂઝ્ડ પાસવર્ડ તેમજ કમજોર પાસવર્ડ અંગે સરળતાથી જાણકારી મેળવી શકશો.
Google આ માટે એક લિન્ક શેર કરી છે જેનાથી તમે પાસવર્ડ કેટલો મજબુત છે તે જાણી શકશો.

પાસવર્ડ ચેકઅપ પેજ પર તમે તમારા અકાઉન્ટ સાથે જોડાયેલ તમામ એપ્સ અને વેબસાઈટની જાણકારી મેળવી શકશો. અહીં તમે એપ્સ કે વેબસાઈટ પર સેવ કરેલ તમારો જુનો પાસવર્ડ બદલી શકો છો. પાસવર્ડ ડિલીટ કરી શકો છો.

ગૂગલ મેપ્સે થોડા સમય પહેલા જ 15 વર્ષ પૂરા કર્યા છે. આ અવસરે ગૂગલના CEO સુંદર પિચાઈએ દુનિયાભરમાં ફેલાયેલી ખુબજ લોકપ્રિય એવી 18 વેજીટેરિયન રેસ્ટોરન્ટની યાદી શેર કરી છે. સાથે સાથે ગૂગલ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરી છે.

આ વીડિયો જુઓ: અમરેલીમાં 4 સિંહ જોવા મળ્યા 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન