Google Street View Of A Couple In Taiwan Goes Viral
  • Home
  • Featured
  • કારના બોનેટ પર કપડા વગરની અવસ્થામાં કપલ કરતું હતું રોમાન્સ, ગૂગલ મેપે રાઝ ખોલતા ખળભળાટ

કારના બોનેટ પર કપડા વગરની અવસ્થામાં કપલ કરતું હતું રોમાન્સ, ગૂગલ મેપે રાઝ ખોલતા ખળભળાટ

 | 1:29 pm IST

તાઇવાનમાં ગૂગલ સ્ટ્રીટ વ્યૂ કેમેરાથી રસ્તાના કિનારે એક નગ્ન કપલ આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યું છે. સ્ટ્રીટ વ્યૂ કેમેરામાં ખેંચાયેલા ફોટોમાં દેખાય છે કે એક છોકરો અને છોકરી રસ્તાના કિનારે પોતાની કારના બોનટ પર એક પ્રેમપૂર્ણ આલિંગનમાં છે. આ ફોટોમાં આ બંને સંપૂર્ણપણે નગ્ન દેખાયા.

ડેલી મેલ યુકેના શુક્રવારના રિપોર્ટ પ્રમાણે તેને સૌથી પહેલાં એક સોશિયલ મીડિયા યુઝર જોઇ ગયું હતું. આ દ્રશ્ય જોયા બાદ આ યુઝરે કહ્યું મેં એ જોવા માટે ગૂગલ પર એક નજર નાંખી હતી કે કેટલાંક પ્રાણીઓને શોધી શકું. ત્યારે મને અચાનક જ એક આ અદભુત દ્રશ્ય જોવા મળ્યું. તેણે કહ્યું કે ગૂગલ મેપ અત્યાર સુધીનું સૌથી મોટું આવિષ્કાર છે. આ ભગવાનથી પણ મોટું છે.

આ તસવીર એટલા માટે વિવાદ ઉભો કરી રહ્યું છે કારણ કે 2018મા જ ગૂગલે નગ્નતા પર કારસો કસવા માટે પોતાની સિસ્ટમમાં ધડમૂળથી ફેરફાર કરવાની વાત કહી હતી.

બાદમાં ગૂગલે હટાવ્યો ફોટો અને વીડિયો

વાસ્તવમાં સ્ટ્રીટ વ્યૂ કેમેરાથી ખેંચવામાં આવેલા ફોટોમાં સામે જોવા પર એક કાર જ ઉભેલી દેખાય છે. પરંતુ જ્યારે તેનું 360 ડિગ્રી ફિચર યુઝ કરાયું તો બોનટ પર કપલ પોતાનામાં ‘મસ્ત’ દેખાય છે. સ્વાભાવિક છે કે અત્યાર સુધીમાં આ ફોટો લાખો લોકોની વચ્ચે શેર થઇ ચૂકયો છે. જો કે ગૂગલે પોતાની નગ્નતા અને સેક્સ સંબંધિત નીતિઓનું ઉલ્લંઘન થવા પર આ ફોટોને હટાવી દીધો છે.

આ વીડિયો પણ જુઓ – પુરૂસોત્તમ રૂપાલા પણ નવરાત્રિ પર્વ નિમિત્તે પોતાના વતન ઇશ્વરિયા ગામે પહોંચ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન