this two application google for learn English your child
  • Home
  • Featured
  • તમારા બાળકને ફટાફટ અંગ્રેજી શિખવો, ગૂગલની આ એપ્લિકેશન તમને કરશે મદદ

તમારા બાળકને ફટાફટ અંગ્રેજી શિખવો, ગૂગલની આ એપ્લિકેશન તમને કરશે મદદ

 | 3:18 pm IST

આજકાલ સ્પર્ધાત્મક યુગમાં જો ટકી રહેવું હોય તો અંગ્રેજી બોલવું કે સમજવુ ખુબજ જરૂરી છે. આ માટે કેટલાક વાલીઓ એવુ ઇચ્છી રહ્યા છે કે તેમના સંતાનો ક્યાંક પાછા ન પડે. આમાં કંઈ ખોટુ પણ નથી પણ હા કોઈ પણ ભાષાને શિખવીએ ખુબજ મહેનતનું કામ છે આ માટે સખત પરિશ્રમ કરવો પડે છે. જો કે હવે ટેકનોલોજીએ એ હદે હરણફાળ ભરી છે જેની મદદથી તમે આ બધુજ ખુબજ ઝડપથી કરી શકો છો.ગૂગલ પોતાની એપમાં અવારનવાર એવી એપ લઈને આવી રહ્યો છે જેનાથી યૂઝર્સને ફાયદો થાય છે.

આજના યુગમાં અંગ્રેજી ભાષાનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. સરકારી કચેરીથી લઇને બેન્કીંગ કાર્યોમાં અંગ્રેજીની ખાસ જરૂર પડે છે. આથી હવે હવે વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી મિડિયમ સ્કૂલમાં ભણાવવાનું પ્રાધાન્ય આપે છે. અંગ્રેજી શીખવા લોકો હજારો રૂપિયા ખર્ચ કરે છે. જો કે ગૂગલ તમને ઘરબેઠા અંગ્રેજી શીખવાની તક આપે છે. ગૂગલની બે એપ્લિકેશનની મદદથી તમે સરળતાથી અંગ્રેજી શીખી શકશો.

ગૂગલની બે એપ્લિકેશન પૈકી એકનું નામ ‘બોલો’ છે, આ એપને ગૂગલે હાલમાં જ લોન્ચ કરી છે. આ એપ પ્રાઇમરી ગ્રેડના બાળકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે બાળકોને ઇંગ્લિશ અને હિન્દી શીખવશે. Bolo એપમાં દિયા નામનું એક એનિમેટેડ કેરેક્ટર છે, જે બાળકોને વાર્તા સાંભળવા માટે પ્રેરણા આપે છે અને કોઇ શબ્દનું ઉચ્ચારણ કરવામાં મુશ્કેલી પડે તો બાળકોની મદદ કરે છે.

બીજી એપ ખૂબ જ કોમન છે અને આપણે બધા આ એપ વિશે જાણીએ છીએ, આ એપ છે Google Translate. આ એપને તમે એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી ઉપયોગ કરી શકો છો. તેની મદદથી તમે સરળતાથી કોઇપણ ટેક્સનો ફોટો ક્લિક કરી તેનો અંગ્રેજીમાં અર્થ જાણી શકો છો.

આ ફિચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે હોમ સ્ક્રિન પર આપેલા કેમેરા આઇકન પર ટેપ કરવાનું રહેશે, ત્યારબાદ એ ટેક્સનો ફોટો ક્લિક કરવાનો રહેશે, જેને ટ્રાંસલેટ કરવા ઇચ્છો છો. ત્યારબાદ એપ, મશીન લર્નિંગ ટેક્નિકનો ઉપયોગ કરી ટેક્સ સ્કેન કરે છે. ત્યારબાદ ટેક્સ ટ્રાંસલેટ થઇને સામે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન