google track and store yout every single activity on its ecosystem
  • Home
  • Featured
  • સાવધાન, તમારી દરેક એક્ટિવિટી પર Google રાખે છે ચાંપતી નજર, સ્ટોર કરે છે તમામ ડેટા

સાવધાન, તમારી દરેક એક્ટિવિટી પર Google રાખે છે ચાંપતી નજર, સ્ટોર કરે છે તમામ ડેટા

 | 4:50 pm IST

Google આપણી જિંદગીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ચુક્યો છે. ઇન્ટરનેટ સાથે જોડાયેલા કેટલાયે એવા કામ છે જે આપણે ગુગલની મદદ વગર કરી શકતા નથી. તો અન્ડ્રોઈડ સ્માર્ટફોન વાપરનાર માટે ગૂગલ અકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમે ગૂગલ ક્રોમ કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝ કરો છો તો તમારી દરેક એક્ટિવિટી પર ગૂગલની નજર છે.

તમે પ્લે સ્ટોર પર કઇ એપ ડાઉનલોડ કરી કઈ વેબસાઈટનો ઉપયોગ કરો છો તે તમામ ડેટા ગૂગલ પાસે સ્ટોર થાય છે. જો તમે ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરો છો તો તમારા વોઈસ કમાન્ડ પણ ગૂગલમાં સેવ થાય છે.

આ રીતે જોઈ શકશો તમારો ડેટા સ્ટોર થાય છે
ખાનગી ડેટાને એક્સેસ કરવા માટે સૌ પ્રથમ તમારા કોમ્પ્યુટરમાં જઈને જીમેલ બ્રાઉઝર ઓપન કરો. જીમેલ પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો. મેનેજ યોર ગૂગલ અકાઉન્ટનો ઓપ્શન મળશે. આ કરશો તો એક અલગ ટેબમાં ગૂગલ અકાઉન્ટ સેટિંગ પેજ ખુલી જશે.

જ્યાં તમે તમારૂ લોકેશન અને યુટ્યુબ હિસ્ટ્રીને જોઈ શકો છો. જો તમે ઇચ્છો છો કે ગૂગલ તમારા ડેટાને સેવ ન કરે તો તમે ટોગલ સ્વિચને ઓફ કરી શકો છો. ગૂગલનું એકાઉન્ટ હિસ્ટ્રી પેજ ગૂગલ ઇકોસિસ્ટમ પર કરવામાં આવેલી તમામ એક્ટીવીટી રેકોર્ડ કરતો રહે છે જ્યાં તમે તેને રેકોર્ડ કરતા અટકાવી શકો છો.

આ વીડિયો જુઓ: બનાસકાંઠામાં ખેડૂતોએ કેનાલોની જાતે સાફ-સફાઈ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન