ઈમેજ કોપીરાઈટને લઈને ગૂગલએ હટાવ્યું View Image ઓપ્શન - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ઈમેજ કોપીરાઈટને લઈને ગૂગલએ હટાવ્યું View Image ઓપ્શન

ઈમેજ કોપીરાઈટને લઈને ગૂગલએ હટાવ્યું View Image ઓપ્શન

 | 5:34 pm IST

ઈન્ટરનેટ પર કોઈપણ પ્રકારનાં ફોટો માટે સૌથી પહેલા તમે ગૂગલ પર સર્ચ કરો છે. અહીં તમે ફોટો સેવ પણ કરી શકો છો. પરંતુ હાલમાં ગૂગલએ એક એવું ઓપ્શન હટાવી દીધું છે જેનાથી લોકો ગૂગલથી સર્ચ કરવામાં આવેલી ઈમેજને સેવ કરવામાં કોઈ મુશેક્લી થઈ રહી છે.

જો તમે ઈમેજ સર્ચ કરી છે ગૂગલ વેબથી સેવ કરી હોય તો તમને View Image નું ઓપ્શન મળશે. અહીં ક્લિક કરીને તસવીરને જોઈ શકો છો અને તેને સેવ પણ કરી શકાય છે. ગૂગલએ હવે View Image બટનને હટાવી દીધું છે. ગૂગલેએ ફોટો કોપીરાઈટને લઈને આ પગલું ભર્યું છે.

ગૂગલએ હવે ફોટો કોપીરાઈટની બાબતને ગંભીરતાથી લેતા View Image નું ઓપ્શન હટાવી દીધું છે, પરંતુ તેને વધારે સિક્યોર કરવામાં આવશે જેથી કોઈ ફોટો ચોરી ના કરી શકે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ ગૂગલનાં આ નિર્ણયથી હેરાન થઈ ગયા છે. તેમજ તેનાથી માઈક્રોસોફ્ટ જેવી સર્ચ એન્જીનને સીધો ફાયદો થઈ શકે છે.

જો કે, ગૂગલએ સ્ટોક ઈમેજ સર્વિસ ગેટી ઈમેજની સાથે કેટલાંક વર્ષો પહેલાં ગ્લોબલ પાર્ટનર્શિપ કરી છે અને તેના કારણે હવે તમને ગૂગલ ઈમેજથી View Image નું ઓપ્શન નથી મળી રહ્યું. તેથી હવેથી ગૂગલમાંથી ઈમેજને સેવ કરવામાં તમને થોડી મુશ્કેલી થઈ શકે છે.

જો કે, ગૂગલએ View Image હટાવી તેના પછી પણ ગૂગલની સર્ચ ઈમેજને સેવ કરી શકો છો. તેના માટે તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની મદદ લેવી પડશે. તે એક્સટેન્શનનું નામ પણ View Image છે અને તમે તેમે ક્રોમ એક્સ્ટેન્શનને ડાઉનલોડ કરીને બ્રાઉઝરમાં યૂઝ કરી શકો છો. તેના પછી તમે ગૂગલ ઈમેજ સર્ચમાં જઈને View Image ઓપ્શન દેખાશે અને અહીંથી તમે ઈમેજને જોઈ શકો છો અને સેવ પણ કરી શકો છો.