ટૂંક સમયમાં જ ShareChatને ખરીદી શકે છે Google, જાણો કેટલામાં થઈ રહી છે ડીલ?

Google ટૂંક સમયમાં જ ભારતીય સ્ટાર્ટઅપ ShareChatને ખરીદી શકે છે. તેના માટે ગુગલ અને શેરચેટની વચ્ચે વાટાઘાટો પણ ચાલી રહી છે. આ મામલા સાથે જોડાયેલાં લોકોએ જાણકારી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, શેરચેટ અને ગુગલની વચ્ચે આ ડીલ લગભગ 1.03 અરબ ડોલરમાં થઈ શકે છે. શેરચેટને ખરીદવાની પ્રક્રિયા ગુગલે શરૂ કરી દીધી છે અને આવનારા થોડા દિવોસમાં ગુગલ તરફથી તેની ઘોષણા પણ કરવામાં આવે તેવી સંભાવના છે.
હાલના રોકાણકારો થઈ જશે બહાર
માનવામાં આવી રહ્યું છે કે શેરચેટના ફાઉન્ડર્સ આ ડીલ હેઠળ પોતાના માટે એક નાનો હિસ્સો સુરક્ષિત રાખશે અને બાકીનો હિસ્સો ગુગલ લઈ લેશે. જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં જ શેરચેટે અમુક રોકાણકારો પાસેથી 4 કરોડ ડોલર લઈને બિઝનેસમાં લગાવ્યા હતા. શેરચેટે કુલ 26.4 કરોડ ડોલરનું ફંડ રોકાણકારો પાસેથી એકત્ર કર્યું હતું. મામલા સાથે જોડાયેલ લોકોનાં અનુસાર શેરચેટની કિંમત 65 કરોડ ડોલર આંકવામાં આવી છે. જો ગુગલ શેરચેટની ડીલ ફાઈનલ થઈ જાય છે તો હાલના રોકાણકારો શેરચેટથી બહાર થઈ જશે.
ઘણા સમયથી ગુગલની નજર શેરચેટ પર
ગુગલ શેરચેટને ખરીદવા માટે ઘણા સમય પહેલાં જ ઉત્સુક હતું. સપ્ટેમ્બરમાં જ તે શેરચેટને પ્રીમિયમ આપવા જઈ રહ્યું હતું, પણ તે સમયે કોઈ કારણથી બંનેની ડીલ ફાઈનલ થઈ શકે છે. અને હવે ફરીથી ગુગલ અને શેરચેટ વચ્ચેની ડીલને લઈ વાતચીત શરૂ થઈ ગઈ છે. જો કે આ ડીલ અંગે ગુગલ અને શેરચેટ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ વીડિયો પણ જુઓઃ રાજકોટમાં સંક્રમણ વધતા તંત્ર સતર્ક બન્યું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન