ગુગલ પર સર્ચમાં પક્ષાપત કરવાનો આરોપ, સીસીઆઈએ કર્યો 136 કરોડનો દંડ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ગુગલ પર સર્ચમાં પક્ષાપત કરવાનો આરોપ, સીસીઆઈએ કર્યો 136 કરોડનો દંડ

ગુગલ પર સર્ચમાં પક્ષાપત કરવાનો આરોપ, સીસીઆઈએ કર્યો 136 કરોડનો દંડ

 | 1:41 pm IST

સૌના સવાલોના ફટાફટ જવાબ આપવા વાળા સર્ચ એન્જિન ગૂગલે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI)એ અનુચિત વ્યાપાર વ્યહવાર કરવા બદલ દોષીત ઠેરવતા, તેની પર 135.56 કરોડનો દંડ ફટકાર્યો છે.

ભારતીય પ્રતિસ્પર્ધા આયોગનું કામ ભારતમાં વેપારમાં એકાધિકારની વિરુદ્ધ નજર રાખવાનું હોય છે. એણે આદેશ આપ્યો છે કે અમેરિકી કંપની ગૂગલે આ દંડ બે મહિનામાં ભરવાનો રહેશે.

સીસીઆઈએ 2012માં મેટ્રીમોની ડોટ કોમ લિમિટેડ અને કન્જ્યુમર યૂનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટીની તરફથી આરોપ લગાવવામાં આવેલા આરોપ અંગેના કેસમાં ચૂકાદો સંભળાવ્યો છે. એનો આરોપ હતો કે ગૂગલે ઓનલાઈન જનરલ વેબ સર્ચ અને વેબ સર્ચ એટવર્ટાઈઝિંગ સર્વિસિઝ ક્ષેત્રમાં પોતાની બાદશાહીનો ખોટો ઉપયોગ કર્યો.

ગૂગલે ઓનલાઈન સર્ચમાં પોતાની સ્થિતિ મજબૂત હોવાનો ફાયદો ઉઠાવ્યો અને તેણે તેના થકી સર્ચમાં પક્ષપાત અને ફેરાફેરી કરી. સસીઆઈના આદેશ અનુસાર, દંડની રકમ 135.86 કરોડ છે જે નાણાકિય વર્ષ 2013,2014,2015માં ભારતમાં કંપની દ્વારા અર્જિત સરેરાશ આવકના 5 ટકા જ છે.

જો કે સીસીઆઈએ ગૂગલની સ્પેશ્યલાઈઝ્ડ સર્ચ ડિવાઈસ (વન બોક્સ), એડવર્ડ્સ, ઓનલાઈન ઈન્ટરમિડિએશન એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન એગ્રીમેન્ટમાં કોઈ પણ તરફનું ઉલ્લંધન કે દોષી ગણાવ્યા નથી.

સીસીઆઈ એ ગૂગૂલ પર દંડનો નિર્ણય 4 વિરુદ્ધ બેથી સંભળાવ્યો છે. 2 સભ્યો આ ચૂકાદાની વિરુદ્ધમાં હતા. જ્યારે 4 લોકો આ ચૂકાદાના પક્ષમાં હતા.

બીજી તરફ ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે કંપની હમેંશા પોતાના ઉપયોગકર્તાઓ માટે જરૂરી ચીજો પર ધ્યાન કેન્દ્રીત કરતી આવી છે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા ચિન્હિત નાની નાની ચિતાઓ પર અમે સમીક્ષા કરી રહ્યા છીએ.