Google will honor those struggling with Corona, not celebrate April Fools Prank
  • Home
  • Technology
  • કોરોનાથી ઝઝૂમતા લોકોનું Google આ રીતે કરશે સન્માન, નહી ઉજવે એપ્રિલ ફૂલ પ્રેંક

કોરોનાથી ઝઝૂમતા લોકોનું Google આ રીતે કરશે સન્માન, નહી ઉજવે એપ્રિલ ફૂલ પ્રેંક

 | 3:13 pm IST

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષે Google પોતાના એન્યૂઅલ એપ્રિલ ફૂલ પ્રેંકમાં ભાગ લેશે નહી. કંપની દ્વારા આ પ્રકારનું પગલું ભરવાની આશા પહેલાથી જ સેવાઇ રહી હતી, કારણ કે સમગ્ર દુનિયા હાલમાં કોરોના વાયરસના ડર હેઠળ છે.

આ વર્ષે એપ્રિલ ફૂલ પ્રેંકને કેન્સલ કરવાની જાણકારી ગૂગલે આધિકારિક રીતે આપી નથી. જોકે બિઝનેસ ઇનસાઇડરે એક ઇમેલ મળ્યો છે. જેમા કંપની દ્વારા ઇવેન્ટને કેન્સલ કરવાની જાણકારી આપી છે. ગૂગલે આ ઇવેન્ટમાં જણાવ્યું છે કે, અમે કોરોના વાયરસ સામે લડી રહેલા લોકોના સન્માનમાં આ નિર્ણય લીધો છે. જોકે, આગામી વર્ષે આ વાર્ષિક ટ્રેડિશનને યથાવન રાખવામાં આવશે. પ્રાર્થના છે કે આગામી વર્ષ સુધીમાં સ્થિતિ સંપૂર્ણ રીતે સુધરી જાય.

ગૂગલે મેલમાં એવું પણ કહ્યું છે કે, માત્ર અમે સેન્ટ્રલાઇજ્ડ એપ્રિલ ફૂલ પ્રેંક નહી કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ બાકી ટીમોથી પણ ઇન્ટરનલ અથવા એક્સટર્નલ કોઇ પણ પ્રકારનો જોક્સને નહી કરવાની વિનંતી કરી છે.

ગૂગલના વાર્ષિક એપ્રિલ ફૂલ પ્રેંકમાં સામાન્ય રીતે અજીબ પ્રકારનું નવું ફિચર હોય છે. ગત વર્ષે કંપનીએ Google Tulip રજૂ કર્યું હતું. આ એક AI હતું જે સમજી શક્તુ હતું કે, Tulips શું કહી રહ્યા છે. આ પ્રકારે જ ગૂગલ જાપાને એક સ્માર્ટ સ્પૂન ઉતાર્યું હતું, જે બેન્ડ થઇ શક્તું હતું.

ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે, ગૂગલ દ્વારા એપ્રિલ ફૂલ પ્રેંક નહી કરવાના નિર્ણયને બાકીની કંપનીઓ પણ ફોલો કરશે.

આ વીડિયો પણ જુઓ : વડોદરા પોલીસ કમિશનરની લોકોને અપીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન