Google Working To Show Instagram And Tiktok Videos In Its Search Results
  • Home
  • Tech
  • Google ભરશે રસપ્રદ પગલું, TikTok અને Instagramને કરશે પોતાનામાં સામેલ

Google ભરશે રસપ્રદ પગલું, TikTok અને Instagramને કરશે પોતાનામાં સામેલ

 | 1:03 pm IST
  • Share

  • Google લાવી શકે છે નવું ફીચર
  • બતાવી શકે છે સર્ચ રિઝલ્ટમાં Instagram અને TikTokના વિડીયોઝ
  • જો કે હાલ ડીલ કંફર્મ નથી

આપણા દરેક સવાલોના જવાબ આપણને Google પરથી મળે છે. જે ઈચ્છો તે ગૂગલ પર સર્ચ કરી શકો અને તમને તેની સાથે જોડાયેલી તમામ પ્રકારની માહિતી, ન્યૂઝ, યુ ટ્યુબ વીડિયો વગેરે મળે છે. હવે એક અહેવાલ અનુસાર, ગૂગલ તેના સર્ચ ફીચરને વધુ રસપ્રદ બનાવવા તેના સર્ચ રિઝલ્ટમાં ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકના વીડિયો સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોતાની આ કોશિશને પૂરી કરવા માટે, ગૂગલ ટિકટોકની કંપની બાઈટડાન્સ અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની ફેસબુક સાથે વાત કરી રહ્યું છે.

ગૂગલના પ્રવક્તાએ કંપનીના આ પ્લાનના સમાચારની પુષ્ટિ કરતા કહ્યું છે કે આ વાત સાચી છે અને ગૂગલ તેની સાઇટ પર ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકના વીડિયો લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રવક્તાનું કહેવું છે કે આ પ્રયાસ સાથે, તેઓ આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સને મદદ કરી રહયા છે અને તેનો પ્રચાર કરી રહ્યા છે જેથી તેઓ ગૂગલ પર કન્ટેન્ટ બતાવીને તેમને ફાયદો થઇ શકે.

ગૂગલ આ પગલું કેમ ઉઠાવી રહ્યું છે?

કંપનીઓ વચ્ચે ચાલી રહેલી બાબતો અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, જેથી આ ડીલ અંગે કશું કહી શકાય નહીં. આવા નિર્ણયોથી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને લાભ થાય છે જેમનો કન્ટેન્ટ ગૂગલ પર બતાવવામાં આવે છે કારણ કે તેઓ તેનાથી પૈસા કમાય છે.

એક અહેવાલ અનુસાર, ગૂગલને ડર છે કે ઘણી કંપનીઓથી તેમનાથી આગળ નીકળી જશે, એટલે આવું પગલું ભરીને, ગૂગલ તેની એપ પર ફેમસ પ્લેટફોર્મમાં વીડિયો બતાવીને પોતાની લોકપ્રિયતા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.

જણાવી દઈએ કે જો આ ફીચર લાગુ થઇ જશે તો યુટ્યુબ સાથે, જે-તે વિષય સાથે સંબંધિત ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ વીડિયો પણ સર્ચ રિઝલ્ટમાં દેખાશે. હાલ એવું કહી શકાય નહિ કે આ ડીલ થશે કે કેમ, અને જો થશે તો ક્યાં સુધીમાં આ ફીચર રજૂ કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો