Gopal Das Neeraj's prediction of Atal bihari Vajpayee's death was true
  • Home
  • Featured
  • આ શખ્સે 9 વર્ષ પહેલા કરેલી અટલજીના મોતની ભવિષ્યવાણી સાચી નીકળી

આ શખ્સે 9 વર્ષ પહેલા કરેલી અટલજીના મોતની ભવિષ્યવાણી સાચી નીકળી

 | 5:22 pm IST

ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો નશ્વર દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થયો. દેશ આવા રાજનેતાને ક્યારેય ભૂલી નહિ શકે. બહુ જ ઓછા લોકોને ખબર હશેકે, વાજપેયીના મિત્ર કવિ ગોપાલ દાસ નીરજે નવ વર્ષ પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે, તેમનું અને અટલજીનું નિધન એક મહિનાની અંદર જ થશે. તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી. હકીકતમાં, ગોપાલ દાસ નીરજનું ગત મહિનામાં જ નિધન થયું છે.

વાજપેયીના જિગરજાન મિત્ર હતા
ગોપાલદાસ વિશે કહેવાય છે કે, તે ન માત્ર પ્રખ્યાત કવિ અને ગીતકાર હતા, પરંતુ જ્યોતિષ શાસ્ત્રના પણ સારા જાણકાર હતા. વાજપેયી અને તેમની મિત્રતા અતૂટ હતી. 27 જાન્યુઆરી, 2009ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ આર.વેંકટરામનના નિધન બાદ ગોપાલદાસ દુખી થયા હતા. તેમણે અટલજી અને રામનને પોતાના જિગરજાન ટુકડા બતાવ્યા હતા.

બંને ઉપર હતો શનિનો પ્રભાવ
ગોપાલદાસે એક સમયે કહ્યું હતું કે, તેમની અને અટલજીની કુંડળીના ગ્રહોના ચરિત્ર લગભગ સમાન છે અને બંને કુંડળીમાં શનિ દેવ ખાસ પ્રભાવ પાડશે. તેઓ જ અમારા બંનેના મહાપ્રયાણના સબબ બનશે. મૃત્યુથી થોડાવર્ષ પહેલા જ અમે બંનેને ગંભીર રોગોનો સામનો કરવો પડશે. જોકે, બૃહસ્પતિની કૃપાથી મારા હાથ-પગ ચાલતા રહેશે, પણ અટલજી કોમામાં જતા રહેશે. શનિના પ્રભાવથી જ અમારા બંનેનું મૃત્યુ ત્રીસ દિવસના અંતરાલમાં થશે.

એઈમ્સમાં જ થયું હતું ગોપાલદાસનું નિધન
તમને જણાવી દઈએ કે, દિલ્હીના એઈમ્સમાં જ 19 જુલાઈ, 2018ના રોજ કવિ અને ગીતકાર ગોપાલદાસ નીરજનું 93 વર્ષની ઉંમરમાં જ નિધન થયું હતું. તેઓ હિન્દી સાહિત્ય જગતના મોટા શખ્સિયત હતા. તેમના સાહિત્ય માટે તેમને ભારત સરકારે 1991 અને 20017માં પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમણે હિન્દી ફિલ્મોમાં અનેક ગીતો લખ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ ગઈકાલે સાંજે એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી આખા દેશમાં શોકની લહેર પ્રસરાઈ ગઈ છે.