Goradia Parivar in Vadodara removes clothes worn by her son
  • Home
  • Featured
  • 800 કરોડ કમાતા વડોદરાનાં સસરાએ પુત્રવધૂને પહેરેલા કપડે કાઢી મૂકી, બીગ-બી સાથે ખાસ કનેક્શન

800 કરોડ કમાતા વડોદરાનાં સસરાએ પુત્રવધૂને પહેરેલા કપડે કાઢી મૂકી, બીગ-બી સાથે ખાસ કનેક્શન

 | 10:58 am IST

તાંદલજા વિસ્તારની કેસરબાગ સોસાયટીનો કરોડો રુપિયાનો બંગલો મુસ્લિમને વેચવાના વિવાદથી ચર્ચાસ્પદ બનેલાં ઉદ્યોગપતિ ગોરડિયા પરીવારે પુત્રવધુ સ્વાતી ઉપર અત્યાચાર ગુજારીને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હોવાના આક્ષેપ થાય છે. સ્વાતી જયાં સુધી કેસરબાગના બંગલામાં રહી હતી ત્યાં સુધી તેની નજર રાખવા માટે બંગલામાં જુદી જુદી જગ્યાએ 13 કેમેરા લગાડયા હતા. હાલમાં મુંબઈ ખાતે પીયરમાં રહેતી પુત્રવધુએ ન્યાય મેળવવા માટે ફેમીલી કોર્ટનો આશરો લીધો છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે શહેરના ગોરડિયા પરીવારની જાણીતા ઉદ્યોગપતિ તરીકે ગણના થાય છે. ઉદ્યોગપતિ અમીત ગોરડિયા અને ગીતા ગોરડિયાના બે સંતાન છે આ પૈકીના સુબિરે અન્ય જ્ઞાતિમાંથી આવતી સ્વાતી નામની યુવતી સાથે જાન્યુઆરી 2010માં લવ મેરેજ કર્યાં હતાં. સ્વાતી પણ સુશિક્ષિત છે અને ઓલ્ડ પાદરા રોડ, અક્ષર ચોક પાસેની જ્વેલ કંપની સંકુલની ભાડાની જગ્યામાં સાર્ટોરિયલ ફેશન ડિઝાઈનીંગનું કામ કરતી હતી. વિવાહીત જીવન દરમિયાન સ્વાતી એક પુત્રી સ્વરાની માતા બની હતી. સ્વરા હાલમાં માતા સાથે રહે છે.

છેલ્લા કેટલાક વર્ષથી સ્વાતી અને સુબીર વચ્ચે કેટલાક કારણોસર મતભેદો શરુ થયાં હતાં. પહેલા સ્વાતી પાસે ડ્રાઈવર સાથેની કાર હતી. પરંતુ પછી આ સુવિધા આપવાની બંધ કરવામાં આવી હતી. જેના કારણે સ્વાતી તેના ભાઈએ આપેલી કારમાં ફરતી હતી. આટલુ ઓછુ હોય તેમ તેનુ ક્રેડિટ કાર્ડ પણ બંધ કરાવ્યાં હતાં.

સ્વાતીએ કેસરબાગના બંગલામાં ગુજારેલા સમયમાં એવી ક્ષણોનો પણ સામનો કર્યો હતો કે તેની ઉપર નજર રાખવા માટે 13 કેમેરા લગાડવામાં આવ્યાં હતાં. પતિ અને પત્ની તરીકેના સબંધોમાં તીરાડ પડતાં ગોરડિયા પરીવારના સભ્યો દ્વારા પુત્રવધુ સ્વાતીને ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મુકવામાં આવી હતી. સ્વાતી હાલમાં મુંબઈ ખાતે પીયરમાં રહે છે અને ન્યાય મેળવવા માટે પતિ તથા કુટુંબના મોભીઓ સામે ફેમીલી કોર્ટમાં ખટલો માંડયો છે. જે હાલમાં પેન્ડિંગ છે.

સ્વાતી, કેસરબાગવાળો બંગલો વેચાઈ ગયો છે, 7 થેલા ભરેલો તારો સામાન મોકલાવુ છું

સુબિર અમીત ગોરડિયાએ તા.૩જી સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગીને ૩૯ મિનિટે તેમના પત્ની સ્વાતીને ઈમેલ કર્યો હતો. જેમાં લખ્યુ હતુ કે, હાય સ્વાતી, તુ મારા ફોન રિસિવ કરતી નથી, મેસેજીસ અને વોટસએપના કોઈ જવાબ આપતી નથી એટલે તને ઈમેલના માધ્યમથી જણાવું છુ કે, ૧૨ કેસરબાગવાળી મિલ્કત વેચાઈ ગઈ છે. ૭ બેગ ભરેલો તારો સામાન જેમાં ૪ બેગમાં કપડા છે, ૧ બેગમાં પર્સ છે અને અન્ય એક બેગમાં શૂઝ સેન્ડલ છે. જે મોકલાવ્યો છે.

ડિઅર સુબિર, માત્ર કપડા અને શૂઝ વિગેરે મોકલવામાં આવ્યાં છે. બહુમૂલ્ય પેઈન્ટિંગ્સ, આભુષણો મને આપ્યા નથી સ્વાતીએ તા. ૧૬મી સપ્ટેમ્બરે પતિ સુબિરના મેલનો રિપ્લાય આપ્યો હતો. ડિઅર સુબિર, તમારા પરીવાર દ્વારા મારા ઉપર માનસીક અત્યાચાર ગુજારવામાં આવતો હતો. મારા ઉપર નજર રાખવા માટે ઘરમાં ૧૩ સીસીટીવી મુકયા હતા. હું જે મોબાઈલ ફોન નંબર યુઝ કરતી હતી તે નંબર તમારા પિતાએ બંધ કરાવ્યો છે. મારા ક્રેડિટ કાર્ડસ કેન્સલ કરાવી દીધા છે. તમારા તરફથી મને માત્ર કપડા અને શૂઝ વિગેરે મોકલવામાં આવ્યાં છે. બહુમૂલ્ય પેઈન્ટિંગ્સ, આભુષણો મને આપ્યા નથી.

અમિતાભ બચ્ચન ગોરડિયાની કારમાં વડોદરા ફર્યો હતો

બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તા.૨૦મી નવેમ્બર ૨૦૧૮ના રોજ એક એવોર્ડ સ્વીકારવા માટે વડોદરા આવ્યા હતા. ત્યારે એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી તેઓ ઉદ્યોગપતિ ગોરડિયાની લક્ઝરીયસ કારમાં આવ્યાં હતાં. જે માહિતી એકત્રીત કરવા માટે સ્વાતીએ થોડાક સમય પહેલાં પોલીસ પાસે આર.ટી.આઈ.થી માહિતી માગી હતી. જેના જવાબમાં એ.સી.પી. તેજલ પટેલે પ્રત્યુત્તર મોકલાવ્યો હતો કે, બચ્ચન કઈ કારમાં આવ્યા હતા તેની માહિતી અમારી પાસે ઉપલબ્ધ નથી.

લેડિઝ ટોયલેટ બંધ કરતાં મહિલા કર્મચારીઓએ જેન્ટસ ટોયલેટમાં જવું પડયું હતુ

ગોરડિયા પરીવારની પુત્રવધુ સ્વાતી ઓલ્ડ પાદરા રોડ, અક્ષર ચોક પાસેની જ્વેલ કંપની સંકુલની ભાડાની ઓફીસમાં સાર્ટોરિયલ ફેશન ડિઝાનીંગ નામની ઓફીસ ચલાવતી હતી. સ્વાતીના નજીકના સૂત્રો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, કંપની ચલાવતા ગોરડીયા પરીવાર દ્વારા માનસીક અત્યાચાર ગુજારવા માટે લેડિઝ ટોયલેટ બંધ કરી દેવામાં આવતાં હતા. ના છુટકે ફેશન ડિઝાઈનીંગ કંપનીમાં કામ કરતી કેટલીક મહિલા કર્મચારીઓએ જેન્ટસ ટોયલેટમાં જવું પડતું હતું. જેને લઈને શરમીંદગી અનુભવતી હતી.

આ પણ જુઓ વીડિયો: મહિલાઓને પોતાની ગંદી હવસનો શિકાર બનાવે છે દુષ્કર્મી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન