government allows certain categories of women to have abortions for up to six months
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સરકારે અબોર્શનના નિયમમાં કર્યો ફેરફાર, જાણો કોને કેટલી મળશે છૂટ

સરકારે અબોર્શનના નિયમમાં કર્યો ફેરફાર, જાણો કોને કેટલી મળશે છૂટ

 | 11:02 pm IST
  • Share

  • સરકારે અબોર્શનના નિયમમાં કર્યો ફેરફાર
  • સ્પેશ્યલ કેટેગરીની મહિલાઓને મળશે રાહત
  • અબોર્શનન માટે ગર્ભની સમય મર્યાદા હવે 24 અઠવાડિયાની

સરકારે અબોર્શન સંબંધી નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમના અનુસાર કેટલીક સ્પેશ્યલ કેટેગરીની મહિલાઓને માટે મેડિકલ અબોર્શનને માટે ગર્ભની સીમાને 20 અઠવાડિયાથી 24 અઠવાડિયા કરી છે.

કોણ છે સ્પેશ્યલ કેટેગરીની મહિલાઓ

મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ 2021ના આધારે સ્પેશ્યલ કેટેગરીની મહિલામાં યૌન ઉત્પીડન, રેપ વિક્ટિમ, સગીર, એવી મહિલાઓ જેના પ્રેગનન્સી સમયે છૂટાછેડા થયા છે કે પછી તે વિધવા થઈ છે. આ સિવાય દિવ્યાંગ મહિલાનો પણ તેમાં સમાવેશ થાય છે. નવા નિયમમાં માનસિક રીતે બીમાર મહિલાઓ, ભ્રૂણમાં કોઈ બીમારી હોય જેના કારણે મહિલા કે બાળકોના જીવને જોખમ હોય કે પછી જન્મ લીધા બાદ તેમાં માનસિક કે શારિરીક ખામીની આશંકા હોય કે જેનાથી તેઓ ગંભીર વિકલાંગતાનો શિકાર બની શકે છે. સરકાર દ્વારા જાહેર માનવીય સંકટ ગ્રસ્ત વિસ્તાર કે આપત્તિની સ્થિતિમાં ગર્ભવતી મહિલાને સામેલ કરાઈ છે.

મેડિકલ બોર્ડની લેવાની રહેશે પરમિશન

જૂના નિયમના આધારે 12 અઠવાડિયા સુધીનું અર્બોશન કરવા માટે એક ડોક્ટરની સલાહની જરૂર રહેતી અને 12-20 અઠવાડિયા સુધીના ગર્ભના અર્બોશન માટે 2 ડોક્ટરની સલાહ જરૂરી રહે છે. નવા નિયમ અનુસાર વિશેષ પરિસ્થિતિમાં 24 અઠવાડિયા બાદ ગર્ભપાતના સંબંધમાં નિર્ણય લેવાને માટે રાજ્ય સરકારે મેડિકલ બોર્ડની વ્યવસ્થા કરી છે.

3 દિવસમાં લેવાનો રહેશે નિર્ણય

જો કોઈ મહિલા અબોર્શન માટે અપીલ કરે છે તો તેના રિપોર્ટની તપાસ કરવાની સાથે એપ્લીકેશન મળ્યાના 3 દિવસમાં ગર્ભપાતની પરમિશન આપવી કે નહીં તેને લઈને નિર્ણય લેવાનો રહેશે. બોર્ડનું કામ એ ધ્યાન રાખવાનું રહેશે કે તે અબોર્શન કરવાની પરમિશન આપે છે તો એપ્લીકેશન મળ્યાના 5 દિવસમાં પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂરી કરવા માટે તે મહિલાનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો