Government approves guarantee of Rs 30600 crore for bad banks
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નાણામંત્રીની જાહેરાત, સરકારે બેડ બેંક માટે 30600 કરોડ રૂપિયાની ગેરેન્ટી મંજૂર કરી

નાણામંત્રીની જાહેરાત, સરકારે બેડ બેંક માટે 30600 કરોડ રૂપિયાની ગેરેન્ટી મંજૂર કરી

 | 7:32 pm IST
  • Share

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરવારે બેડ બેંક(Bad Bank)ની રચનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, સરકાર નેશનલ એસટ રીકંસ્ટ્રક્શન કંપની (NARCL) એટલે કે બેડ બેંક તરફથી બેંકોને જારી કરવામાં આવતી સિક્યોરિટી રિસીટને ગેરેન્ટી આપશે. આ ગેરેન્ટી 30,600 કરોડ રૂપિયાની હશે. જણાવી દઈએ કે, નાણામંત્રી આ વર્ષના બજેટમાં બેડ બેંકની સ્થાપનાને લઈને જાહેરાત કરી હતી.

નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે, છેલ્લા 6 વર્ષમાં 5 લાખ કરોડથી વધુની રિકવરી કરવામાં આવી છે. માર્ચ 2018થી અત્યાર સુધી 3 લાખ કરોડથી વધુની રિકવરી કરવામાં આવી છે. એક લાખ કરોડ તો માત્ર રાઈટ ઓફ કરેલી લોનની રિકવરી થઈ છે. છેલ્લા 6 વર્ષમાં બેંકોની એસેટમાં ઘણો સુધારો થયો છે.

નાણામંત્રી સીતારમણે કહ્યું કે, સરકાર દ્વ્રારા ભરવામાં આવેલા પગલાથી બેંકોની નાણાકીય સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. વર્ષ 2018માં સાર્વજનિક ક્ષેત્રની 21માંથી માત્ર 2 બેંક જ નફામાં હતી પરંતુ 2021માં માત્ર બે જ બેંકો ખોટમાં છે. નોંધનિય છે કે, ભારતીય બેંક સંઘ એટલે કે IBA(Indian Banks’ Association)ને બેડ બેંક સ્થાપિત કરવાની જવાબદારી સોંપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો