માહિતી ચોરી કરવાની શંકાએ સ્માર્ટફોન બનાવતી ચાઇનિઝ કંપનીઓને સરકારની નોટીસ - Sandesh
NIFTY 10,786.95 +19.30  |  SENSEX 35,483.47 +39.80  |  USD 67.4175 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • માહિતી ચોરી કરવાની શંકાએ સ્માર્ટફોન બનાવતી ચાઇનિઝ કંપનીઓને સરકારની નોટીસ

માહિતી ચોરી કરવાની શંકાએ સ્માર્ટફોન બનાવતી ચાઇનિઝ કંપનીઓને સરકારની નોટીસ

 | 5:55 pm IST

કેન્દ્ર સરકારે સ્માર્ટફોન બનાવનાર ચીનની કંપનીઓને નોટીસ મોકલી છે. સરકારને આશંકા છે કે, કંપનીઓ પોતાના સ્માર્ટફોન્સ દ્વારા ભારતના ગ્રાહકોની પર્સનલ જાણકારીની ચોરી કરી રહી છે. સરકારે ઓપ્પો, વીવો, શાઓમી અને જિયોની જેવી ચાઈનિઝ કંપનીઓને નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે. સરકારના આ પગલાને ભારત અને ચીનની સીમા પર ચાલી રહેલા ડોકલામ વિવાદ સાથે જોડીને દેખવામાં આવી રહ્યો છે.

સ્માર્ટફોન બનાવનાર મોટાભાગની કંપનીઓ ચીનની છે અને સરકારને ડર છે કે, ગ્રાહકોની જાણકારી હેક કરી રહી છે. ભારતમાં કરોડો લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સરકારને આશંકા છે કે, સ્માર્ટફોનની કોન્ટેક્ટ લિસ્ટ અને મેસેજેમાં રહેલ પર્સનલ જાણકારીની ચોરી કરવામાં આવી રહી છે.

જોકે, એવું નથી કે, માત્ર ચીનની કંપનીઓને જ આ નોટીસ મોકલવામાં આવી છે. સ્માર્ટફોન બનાવનાર બીજી કંપનીઓ જેવી એપલ, સેમસંગ અને ભારતની કંપની માઈક્રોમેક્સ પણ તે 21 કંપનીઓમાં સામેલ છે, જેને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય તરફથી નોટીસ ફટકારવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષાના ધોરણોનું પાલન કરવા માટે કંપનીઓને 28 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. અને કહ્યું છે કે, થઈ શકે છે કે, અમે સુનિશ્ચિત કરવા માટે ઓડિટ પણ કરાવીશું કે, સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહી. સુત્રોએ જણાવ્યું કે, જો કોઈ કંપની નિયમોનું ઉલ્લંઘન કરતી હોય તેવું જણાશે તો તેની પર કાર્યવાહી સાથે દંડ પણ ફટકારવામાં આવશે.

આ પહેલા તે ખબર પણ આવી હતી કે, ઈલેક્ટોનિક્સ અને ઈન્ફર્મેશન પ્રોડક્ટ્ ચીનથી મોટા પ્રમાણમાં આયાત થઈ રહી છે અને સરકારે સુરક્ષા અને ડેટા લીકેજથી જોડાયેલી ચિંતાઓને નજરમાં રાખીને આની સમીક્ષા શરૂ કરી દીધી છે. સરકાર તરફથી આ પગલાં એવા સમયે ઉઠાવવામાં આવી રહ્યો છે, જ્યારે ડોકલામમાં બંને દેશો વચ્ચે પાછલા બે મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે.