Modi Government Gave Permission To Destroy Drone On LoC
  • Home
  • Featured
  • મોદી સરકારે સેનાને આપી સંપૂર્ણ છૂટ, સીમા પર દેખાય આ વસ્તુ તો તોડી પાડવા મંજૂરી

મોદી સરકારે સેનાને આપી સંપૂર્ણ છૂટ, સીમા પર દેખાય આ વસ્તુ તો તોડી પાડવા મંજૂરી

 | 9:59 pm IST

પાકિસ્તાન સાથે જોડાયેલી સીમા પર તૈનાત ભારતીય સુરક્ષા બળોને પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાની મંજૂરી મળી ગઈ છે. જો હવે સીમા પર પાકિસ્તાની ડ્રોન 1 હજાર ફૂટની ઊંચાઈ પર ઉડતુ જોવા મળે છે, તો ભારતીય સુરક્ષા દળો તેનો તોડી પાડી શકશે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાની મદદથી આતંકવાદી સંગઠનનાં ડ્રોન દ્વારા પંજાબમાં હથિયારો અને ડ્રગ્સની સપ્લાય કરવાનો મુદ્દો સામે આવ્યો હતો, ત્યારબાદ ભારતીય સુરક્ષા બળોને સીમા પર પાકિસ્તાનનાં ડ્રોનને તોડી પાડવાની મંજૂરી મળી છે.

જમ્મુ-કાશ્મીર અને પંજાબથી જોડાયેલી પાકિસ્તાની સીમા પર ભારતીય સેના અને બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ(બીએસએફ)નાં જવાન તૈનાત છે. બીએસએફનાં જવાન ઘણીવાર પાકિસ્તાની ડ્રોનને ઉડતા જોઇ ચુક્યા છે. ઘણીવાર પાકિસ્તાની ડ્રોન ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘુસણખોરી કરે છે અને ઘણીવાર સુરક્ષાને જોઇને પરત પણ જતા રહે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરનાં દિવસોમાં જમ્મુ-કાશ્મીરથી જોડાયેલી સરહદ પાર કરવાના પ્રયત્ન સતત અસફળ રહ્યા બાદ પાકિસ્તાન પંજાબનાં રસ્તેથી હથિયારો મોકલી રહ્યું છે. પંજાબ પ્રાંતનાં વિભિન્ન સ્થળો પર ડ્રોનથી હથિયાર ફેંકવાના અને કેટલાક વિસ્તારોમાં હથિયાર મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતુ. આ એલર્ટ પછી પંજાબ અને હિમાચલ પ્રદેશની પોલીસે સંયુક્ત ઑપરેશન ચલાવીને જંગલોમાં સ્થિત ઘરોની તાપસ કરી હતી. લોકોનાં આઈડી પ્રુફ પણ ચેક કરવામાં આવ્યા હતા.

પંજાબનાં ફિરોજપુરમાં 10 ઑક્ટોબરમાં ઝુંઝારાવાલા સિંહ ગામની નજીક ગ્રામીણોએ બે ડ્રોન જોયા હતા. જાણકારી પછી બીએસએફનાં જવાન અને પોલીસનાં સિપાહી ડ્રોનની શોધમાં લાગ્યા હતા. ગ્રામીણોનાં અનુસાર ડ્રોન ગામની નજીક જ દુર્ઘટનાગ્રસ્ત થયા હતા.

આ વિડીયો પણ જુઓ: PM મોદીની ભત્રીજીનું પર્સ છીનવીને બદમાશો ફરાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન