Government Gave Permission To Use Dexamethasone In Corona Treatment
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ભારતમાં ઘાતક કોરોના વાયરસને હરાવશે આ દવા, ઉપયોગ કરવાની સરકારે આપી મંજૂરી

ભારતમાં ઘાતક કોરોના વાયરસને હરાવશે આ દવા, ઉપયોગ કરવાની સરકારે આપી મંજૂરી

 | 4:19 pm IST

સરકારે કોરોનાની સારવાર માટે સસ્તી સ્ટેરોઇડ દવા ડેક્સામેથાસોનનાં ઉપયોગની અનુમતિ આપી દીધી છે. આ દવા મિથાઇલપ્રેડનિસોલોનનાં વિકલ્પનું કામ કરશે અને આનો મૉડરેટ તથા ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવશે.

દર્દીઓની સારવાર માટે સંશોધિત પ્રોટોકૉલ જાહેર 

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાનાં દર્દીઓની સારવાર માટે એક સંશોધિત પ્રોટોકૉલ જાહેર કર્યો છે. આ કોરોનાનાં દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો માટે છે. આ મહિને મંત્રાલયે કોરોનાનાં લક્ષણોની યાદીને સંશોધિત કરી હતી. ગંધ અને સ્વાદ ના અનુભવવાને પણ કોરોનાનાં લક્ષણોમાં સામેલ કરવામાં આવ્યા હતા. ડેક્સામેથાસોનનો ઉપયોગ સંધિવા જેવી બીમારીઓમાં બળતરા ઓછી કરવા માટે કરવામાં આવે છે.

60 વર્ષથી પણ વધારે વર્ષોથી બજારમાં છે આ દવા

આનો ઉપયોગ કોરોનાનાં એ દર્દીઓમાં કરવામાં આવશે જે ઑક્સિનજન સપોર્ટ પર છે અને જેમને ઘણી વધારે બળતરા થઈ રહી હોય. આ દવા 60 વર્ષથી પણ વધારે વર્ષોથી બજારમાં છે. તાજેતરમાં જ યૂનિવર્સિટી ઑફ ઑક્સફર્ડનાં રિસર્ચર્સની એક ટીમે કોરોના સંક્રમણથી ઝઝુમી રહેલા 2000થી વધારે દર્દીઓ પર આ દવાનો પ્રયોગ કર્યો હતો. આનાથી વેન્ટિલેટર પર સારવાર કરાવી રહેલા દર્દીઓમાં 35 ટકા ઓછા મોત થયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ દવાનો ઉપયોગ ગંભીર દર્દીઓમાં ડૉક્ટરોની દેખરેખમાં જ થવો જોઇએ.

દેશમાં 24 કલાકમાં કોરોનાનાં 18552 નવા કેસ 

ભારતમાં કોરોના વાયરસનો તાંડવ ઓછો થઈ રહ્યો નથી. દેશમાં કોરોનાનાં કેસ 5 લાખ પાર કરી ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં શનિવારનાં આંકડાઓ પ્રમાણે એક દિવસમાં કોરોના સંક્રમણનાં મામલે સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા જણાવે છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 18552 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ વાયરસની ઝપટમાં આવવાથી 384 લોકોનાં મોત થયા છે.

આ વિડીયો પણ જુઓ: વડોદરાના 7 ગામને VMCમાં સમાવવાનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન