મેઘાલયમાં રૂપિયાનો ખેલાયો ખેલ અને ભાજપની સરકારઃ રાહુલ ગાંધી - Sandesh
NIFTY 9,998.05 -116.70  |  SENSEX 32,596.54 +-409.73  |  USD 65.0050 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મેઘાલયમાં રૂપિયાનો ખેલાયો ખેલ અને ભાજપની સરકારઃ રાહુલ ગાંધી

મેઘાલયમાં રૂપિયાનો ખેલાયો ખેલ અને ભાજપની સરકારઃ રાહુલ ગાંધી

 | 11:01 pm IST

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે મેઘાલયમાં ભાજપે છળકપટથી સત્તા મેળવી છે. ગોવા અને મણિપુરમાં પણ ભાજપે આવી રીતે જ સત્તા મેળવી હતી. મેઘાલય વિધાનસભાની ચૂંટણીમાં માત્ર બે જ બેઠક મેળવનાર ભાજપ સરકારમાં સામેલ થનાર છે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે માત્ર બે જ બેઠક સાથે મેઘાલયમાં ભાજપ સરકાર રચવામાં સફળ થઈ છે. મણીપુર અને ગોવાની જેમ મેઘાલયમાં પણ જનાદેશનું અપમાન થયું છે. સત્તાની લાલચમાં ભાજપ મોટા પાયે નાણાંનો ઉપયોગ કરી તકવાદી ગઠબંધન રચવામાં સફળ થયું છે.

જોકે આ ટ્વિટના અગાઉ જ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પૂર્વોત્તરમાં તેઓ જનાદેશને માથે ચઢાવે છે. મેઘાલયમાં કોંગ્રેસને 21 બેઠકો મળી છે, પરંતુ 60 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 10 બેઠકો ઓછી મળી છે. નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને 19 બેઠકો મળી છે. આ ઉપરાંત ભાજપને બે, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીને છ, એચએસપીડીપીને બે, પીડીએફને ચાર તથા અપક્ષને ફાળે એક બેઠક ગઈ છે.

ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાઓની ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી હતી, પરંતુ ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ કરતાં ભાજપને ઓછી બેઠકો મળી હતી. આ બંને રાજ્યોમાં આમછતાં ભાજપ સત્તા સ્થાને બિરાજે છે.