Government is giving free ration even if there is no Ration Card
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Ration Card નથી તેમને પણ સરકાર આપી રહી છે રાશન, જાણો ક્યા રાજ્યમાં મળી રહી છે સુવિધા

Ration Card નથી તેમને પણ સરકાર આપી રહી છે રાશન, જાણો ક્યા રાજ્યમાં મળી રહી છે સુવિધા

 | 8:59 pm IST
  • Share

દેશભરમાં ફેલાયેલા કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારો સામાન્ય લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. યુપીની યોગી સરકારે હવે રાજ્યના કરોડો લોકો માટે મોટો નિર્ણય લીધો છે. યોગી સરકારે જેની પાસે રેશનકાર્ડ નથી તેમને પણ મફત રાશન આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે જે પાત્ર વ્યક્તિઓના રાશનકાર્ડ બન્યા નથી તેમના રાશનકાર્ડ એક અભિયાન ચલાવીને તુરંત જ બનાવી આપવામાં આવશે.

મુખ્ય સચિવ મહેસૂલ રેણુકા કુમારે મંગળવારે આ સંદર્ભે માહિતી આપી છે. આ સુવિધા અંતર્ગત રાજ્ય સરકાર રેશનકાર્ડ બનાવવાની સુવિધા આપી રહી છે. આ અભિયાનમાં જે લોકો પાસે કાર્ડ નથી, તેઓ સરળતાથી કાર્ડ્સ બનાવી શકશે.

3 મહિના મળશે મફત રાશન

તમને જણાવી દઈએ કે દેશભરમાં ફેલાયેલી કટોકટીને ધ્યાનમાં રાખીને યુપીની યોગી સરકારે ગરીબો અને જરૂરીયાતમંદોને 3 મહિનાના સમયગાળા માટે રાશન આપવાનો નિર્ણય કર્યો છે. યોગી સરકારે નિર્ણય કર્યો છે કે જે પાત્ર વ્યક્તિઓનું રેશનકાર્ડ નથી બન્યું તે લોકોને અભિયાન ચલાવીને રેશનકાર્ડ પણ બનાવવામાં આવશે અને તાત્કાલિક તેમને રાશન ઉપલબ્ધ કરાશે.

કેજરીવાલ સરકાર પણ આપી રહી છે સુવિધા

આ સિવાય કેજરીવાલ સરકાર પણ દિલ્હીવાસીઓને 5 કિલો રાશન આપે છે. આ મહિનામાં આ રાશન વિના મૂલ્યે આપવામાં આવી રહ્યું છે. 10 કિલો ફ્રી રાશન આપવામાં આવશે, જેમાં 5 કિલો રાશન સેન્ટર આપી રહ્યું છે. જેની પાસે રેશનકાર્ડ નથી તેમને દિલ્હી સરકાર રાશન આપવા જઈ રહી છે. જેઓ ગરીબ છે તેમને રાશન આપવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો