Government Likely to do Fixed Deposit in Demat Form
  • Home
  • Business
  • FDના નિયમોને લઈ મોટા ફેરફાર કરી શકે છે સરકાર! મળશે આ ફાયદો

FDના નિયમોને લઈ મોટા ફેરફાર કરી શકે છે સરકાર! મળશે આ ફાયદો

 | 5:23 pm IST

નાણાકીય ક્ષેત્રમાં તકનીક(Fintech) ના ઉપયોગને લઈ રચવામાં આવેલ ઇન્ટર મિનિસ્ટ્રીયલ કમિટીએ ફિક્સ્ડ ડિપોઝિટ(FD) અને અન્ય ફાઇનાન્શિયલ પ્રોડક્ટને ડીમેટ તરીક રજૂ કરવા માટે કાયદામાં ફેરફાર કરવાની ભલામણ કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ કમિટીએ કહ્યું કે FD અને અન્ય પ્રોડક્ટને ડીમેટ તરીકે રજૂ કરવાની સાથે ગ્રાહકો માટે અનુકૂળ અને સુરક્ષિત હોવા પણ જરૂરી છે. આર્થિક બાબતોના સચિવની આગેવાની હેઠળ આ સમિતિએ એમ પણ ભલામણ કરી કે ડિપોર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિઝ(DFS) અને ભારતીય રિઝર્વ બેંકે(RBI) ભારતીય પરિપ્રેક્ષ્યમાં વર્ચુઅલ બેકિંગ સિસ્ટમની અનુકૂળતાની સમીક્ષા કરવી જોઈએ.

કાયદામાં થશે ફેરફાર:

મીડિયા રિપોર્ટ પ્રમાણે સમિતિએ તેની રિપોર્ટ નાણાપ્રધાન નિર્મલા સિતારમણને સૌંપી છે. સમિતિએ ભલામણ કરી છે કે FD અને અન્ય નાણાકીય ઉત્પાદોને ડીમેટ તરીકે રજૂ કરવા માટે યોગ્ય કાયદાકીય અને આવશ્યક ફેરફાર કરવાની જરૂર છે. ઉપરાંત સમિતિએ ભલામણ કરી કે સરકારે પોસ્ટ ઓફિસ અને અન્ય એકમો પાસે રાખેલ દરેક નાણાકીય સંપત્તિઓને પણ ડિમેટમાં પરિવર્તિત કરવા માટે અભિયાન ચલાવવું જોઈએ અથવા ઇલેક્ટ્રોનિક રૂપમાં રાખવું જોઈએ. કારણ કે ડીમેટ ફોર્મ સોથી સિક્યોર એકાઉન્ટ હોય છે. જેમાં KYC કરવાની હોય છે. જેથી ફ્રોડ થવાની શક્યતાઓ ઘટી જાય છે. આ સમિતિમાં નાણાકીય સેવા સચિવ, એમએસએમઈ સચિવ, યુઆઈડીએઆઈના સીઈઓ અને રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર સામેલ હતા.

આ વીડિયો પણ જુઓ: ભાવનગરના તળાજામાં સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન