પ્રધાનમંત્રી આવાસ યોજના માટે મોદી સરકારે તૈયાર કર્યો આ પ્લાન - Sandesh
  • Home
  • Business
  • પ્રધાનમંત્રી આવાસ યોજના માટે મોદી સરકારે તૈયાર કર્યો આ પ્લાન

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે મોદી સરકારે તૈયાર કર્યો આ પ્લાન

 | 2:05 pm IST

+
વર્ષ 2019માં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ  વિસ્તાર માટે મોટો પ્લાન તૈયાર કર્યો છે. વર્ષ 2018-19માં સરકાર તમામ 70 લાખ પરિવારોને ઘર આપશે. એ માટે શહેરી ક્ષેત્રમાં 21 લાખ અને ગ્રામીણ ક્ષેત્રમાં 49 લાખ ઘર બનાવવામાં આવશે.

80 હજાર લોકોને આપવામાં ટ્રેનિંગ
બજેટ 2018માં ગ્રામીણ ક્ષેત્ર પર ફોકસ કરતા કહેવામાં આવ્યું કે વર્ષ ભરમાં 49 લાખ ઘર બનાવવામાં આવશે. એટલું જ નહિં, લગભગ 80 હજાર લોકોને મિસ્ત્રીની ટ્રેનિંગ આપવામાં આવશે. એ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયે 21હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવશે. એમાં ઘરની સાથે બેઘર લોકોને બેસિક એમ્નિટીસ પણ આપવામાં આવશે.

સબસીડી પણ મળશે
પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેર) હેઠળ સરકાર વર્ષ 2018-19માં 21 લાખ ઘર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જ્યાં લગભગ 30 લાખ નવા ઘરોના પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી આપવામાં આવશે. સરકારનું લક્ષ્ય છે કે જે ઘર બની ગયા છે તેમાં 75 ટકા ઘરોમાં માલિકી હક પણ કરાવી દેવામાં આવશે. સરકાર માટે 4514.92 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. યોજનાની સૌથી આકર્ષક યોજના હોમ લોનના વ્યાજ પર સબ્સિડી દેવાની છે. આ સ્કીમ હેઠળ EWS, LIG અને મીડલ ઈન્કમ ગ્રુપના હોમ લોનના વ્યાજ પર 3થી 6.5 ટકા સુધીની સબસિડી આપવામાં આવશે. સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2018-19માં એક લાખ લોકોને સબસિડી આપવામાં આવશે. તેના માટે લગભગ 1900 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.