ગુજરાત સરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું - Sandesh
  • Home
  • Gandhinagar
  • ગુજરાત સરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું

ગુજરાત સરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું

 | 4:42 pm IST

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં નવરાત્રીના વેકેશનને લઇને ચાલી રહેલ ચર્ચાઓનો આવી ગય અંત. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંએ પત્રકાર પરિષદને સંબોધી નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 10 થી 17 ઓક્ટોબર નવરાત્રી વેકેશન ત્યારે 5થી 18 નવેમ્બર સુધી એટલે કે, 14 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

સરકારે જાહેર કરેલા નવરાત્રી વેકેશનને લઈ શિક્ષકોમાં ભારે ઉહાપોહ મચ્યો
રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાયેલ નવરાત્રીના વેકેશનને લઈ શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ થયો છે. ઠેરઠેર શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિરોધ પણ નોધાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. નવરાત્રીનું વેકેશન તા.10 થી 17 ઓક્ટોબર દરમિયાન સાત દિવસનું જાહેર કરવામાં આવ્યું છે.

શૈક્ષણિક વર્ષમાં 116 દિવસનું પ્રથમ સત્ર અને બીજુ સત્ર 131 દિવસનું
ગુજરાતમાં 1 જૂનથી 31 મે સુધીનુ શૈક્ષણિક વર્ષ હોય છે. આ વખતે ઉનાળુ વેકેશન મોડુ ખુલતા 11 જૂનથી શરૃ થયેલ શૈક્ષણિક વર્ષમાં 116 દિવસનું પ્રથમ સત્ર અને બીજુ સત્ર 131 દિવસનું રાખવામાં આવ્યુ છે. જેમાં 5 નવેમ્બરથી 21 દિવસનુ દિવાળી વેકેશન આપવામાં આવેલુ છે. જેથી દિવાળી વેકેશનના 5 દિવસ પહેલા અને પછીના ૫ દિવસમાં વિદ્યાર્થીઓની સ્કૂલોમાં હાજરી ઓછી વર્તાતી હોય છે. જેથી ૫ દિવસ વહેલા પરીક્ષા પૂર્ણ કરવાના આયોજન અન્વયે 19 થી ૩૦ ઓક્ટોબર દરમિયાન ધો.9 થી 12ની પ્રથમ સત્રની વાર્ષિક પરીક્ષાઓ ગોઠવવામાં આવી છ, જે દર વર્ષે ગોઠવવામાં આવે છે. હવે આ પ્રકારના માહોલ વચ્ચે નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો આ વેકેશનનો નિર્ણય પરત ખેંચવામાં ન આવે તો, ધો.9 થી 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવો પડે, અને જો પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવશે તો તેની વિદ્યાર્થીઓના પરિણામ ઉપર માઠી અસર વર્તાશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન

  • 10 ઓક્ટો.થી 17 ઓક્ટો. સુધી નવરાત્રી વેકેશન –
  • દિવાળીના વેકેશનમાં 7 દિવસનો કાપ મૂકાયો
  • 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન
  • શૈક્ષણિક કાર્યમાં એક પણ દિવસનો કાપ મૂકાયો નથી
  • પરીક્ષા બાબતમાં કોઈ અડચણ આવતી નથી
  • કોલેજની પરીક્ષા 22 ઓક્ટોબરથી ચાલુ થાય છે
  • વિપક્ષ તો દરેક બાબતે ટીકા કરે છે