government-of-india-has-no-plans-to-shut-down-branches-of-sbi-and-substitute e-corners
  • Home
  • Business
  • SBI બ્રાન્ચ બંધ થવાને લઇને સરકારે કર્યો મોટો ખુલાસો, જાણી લો તેના કર્મચારીઓની થશે છટણી!

SBI બ્રાન્ચ બંધ થવાને લઇને સરકારે કર્યો મોટો ખુલાસો, જાણી લો તેના કર્મચારીઓની થશે છટણી!

 | 2:35 pm IST

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ એટલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચને બંધ કરવા અને કર્મચારીઓની છંટણીને લઇને સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે સરકારની કોઇ એવી યોજના નથી. સંસદના બજેટ સત્ર દરમિયાન નાણાં રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે ન તો SBIની બ્રાન્ચને ઇ-કોમર્સથી બદલાનો કોઇ પ્લાન છે અને ન તો બેન્કના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે લોકસભામાં આ મામલાને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શુ સરકાર દેશમાં SBI બ્રાન્ચ બંધ કરી તેને ઇ-કોર્નર્સથી બદલવાની યોજના બનાવી રહી છે. સાથે શુ સરકારે માર્ચ 2021 સુધી 16 લાખ SBI કર્મચારીઓની છંટણીનો પ્રસ્તાવ રાખ્યો છે.

સરકારે સંસંદમાં આપી તેની પુરી જાણકારી

નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લેખિતમાં જવાબ આપ્યો છે કે SBI તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, હાલના સમયમાં SBIના દેશભરમાં કુલ 2.5 લાખ કર્મચારી છે. માર્ચ 2021 સુધી તેની સંખ્યામાં ઘટાડો કરવાની કોઇ યોજના નથી અને સરકારે SBIની શાખાઓ બંધ કરવા અને તેને ઇ-કોર્નર્સથી રિપ્લેસ કરવાની પણ કોઇ યોજના બનાવી નથી.

30 સપ્ટેમ્બર 2019 સુધી SBIની પાસે 30 લાખ કરોડ રૂપિયાથી વધારેનું ડિપોજિટ હતું. જ્યારે એડવાન્સ લગભગ 22.5 લાખ કરોડ રૂપિયા અને હોમ લોન અને ઓટો લોન સેગમેન્ટમાં SBIનું માર્કેટ શેર 35 ટકા છે. બેન્કની આખી ભારતમાં આશરે 22000 બ્રાન્ચ છે અને ATM/CDM નેટવર્કનો આંકડો 58500 થી વધારે છે. SBIના 6.6 કરોડ ગ્રાહક ઇન્ટરનેટ બેન્કિંગ નો ઉપયોગ કરે છે. જ્યારે 1.5 કરોડ ગ્રાહક મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરે છે.

આ પણ જુઓ : નિર્ભયા રેપ કેસ અંગે કેન્દ્ગ સરકારની અરજી પર SCમાં સુનાવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન