Government on purchase of smartphones for 1 lakh farmers
  • Home
  • India
  • 1 લાખ ખેડૂતો માટે સ્માર્ટફોનની ખરીદી પર સરકારની 10 % સબસિડી જાહેર

1 લાખ ખેડૂતો માટે સ્માર્ટફોનની ખરીદી પર સરકારની 10 % સબસિડી જાહેર

 | 7:56 am IST
  • Share

  • ગુજરાતમાં ટેક્નોલોજી બેઝડ સ્માર્ટ ખેતી માટે સરકારની પહેલ

  • 8/અમાં દર્શાવેલા ખાતેદારો પૈકી એક જ ખાતેદારને સબસિડી મળશે: કૃષિ વિભાગ

  •  ખેડૂતોને રૂ.15,000 સુધીના જ સ્માર્ટ મોબાઈલ ફોનની ખરીદીમાં 10 ટકા સબસિડી મળશે

 

દેશભરમાં કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ વધી રહ્યો છે. ગુજરાતમાં તો પહેલાથી જ ખેડૂતો ITટેક્નોલોજીના બળે ખેતીમાં નવા આવિષ્કારો થકી આવકમાં વધારી રહ્યા છે. તેવામાં રાજ્ય સરકારે એક લાખ ખેડૂતો માટે સ્માર્ટફોનની ખરીદી ઉપર 10 ટકા સબસિડી ચુકવવાની યોજના શનિવારે જાહેર કરી છે.

રાજ્ય સરકારે વર્ષ 2021૨૨ના બજેટમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવા રૂ.15 કરોડના ખર્ચને મંજૂરી આપી હતી. જેના અમલ માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ કાનન પંડયાની સહીથી શનિવારે ઠરાવ પ્રસિધ્ધ થયો હતો. જેમાં મહત્તમ રૂ.1500 સુધીની સબસિડી આપવાની જાહેરાત થઈ છે. જો કે, આ સહાય ફફ્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે. બેટરીબેક અપ ડિવાઈઝ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થઈ શકશે નહી. ગુજરાતમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતો માટે જાહેર થયેલી આ યોજના હેઠળ એકથી વધુ ખાતા ધરાવતા ખેડૂતોને એક જ વખત સબસિડી મળી શકશે. જ્યારે સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને જમીનના 8/અમાં દર્શાવેલા ખાતેદારો પૈકી એકને જ સબસિડીનો લાભ મળશેઅહી ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કે, રાજ્યમાં પહેલાથી જ ખેડૂતો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ યોજનાને સફળ બનાવવા સરકારે કોઈ જ સમયાવધિ બાંધી નથી

 

ખેડૂતોને રૂ.15,000 સુધીના જ સ્માર્ટ મોબાઈલ ફોનની ખરીદીમાં 10 ટકા સબસિડી મળશે

ઠરાવમાં સ્પષ્ટપણે કહેવાયુ છે કે, ખેડૂતોને રૂ.15,000 સુધીના જ સ્માર્ટ મોબાઈલ ફોનની ખરીદીમાં 10 ટકા સબસિડી મળશે. ઉદાહરણ તરીકે રૂ.15 હજારના સ્માર્ટફોન ઉપર 10 ટકા લેખે 1500 સબસિડી મળશે. પરંતુ જો કોઈ ખેડૂત રૂ.16,000નો સ્માર્ટ ફોન મોબાઈલ ખરીદે તો ખરીદ કિંમતના 10 ટકા લેખે રૂ.1600 કે રૂ.1500 બેમાંથી જે ઓછુ હોય એટલી જ અર્થાત રૂ.1500 સહાયરૂપે મળશે. તેવી જ રીતે રૂ.8,000ની ખરીદીમાં 10 ટકા મુજબ રૂ.800 અથવા મહત્તમ રૂ.1500 એમ બેમાંથી જે ઓછુ હોય એટલી અર્થાત રૂ.800ની સહાય મળવાપાત્ર રહેશે.

આ સબસિડી પાછળ સરકારનો ઉદ્દેશ્ય શું ?

ખેડૂતોને હવામાન, વરસાદ, સંભવિત રોગજીવાતના ઉપદ્વવની માહિતી સમયસર મળી રહે. કૃષિક્ષેત્રે ઉપયોગી માહિતી જેવી કે પ્રકાશનો, નવીનતમ પધ્ધતિ, રોગજીવાત નિયંત્રણની ટેકનોલોજી, યોજનાઓની માહિતી, સહાય માટે ઓનલાઈન અરજી, ફોટોગ્રાફ્સ, મેઈલ, જીપીએસ સિસ્ટમનો ઉપયોગ ખેડૂતો કરી શકે તે ઉદ્દેશ્યથી આ યોજના લોન્ચ કરાઈ છે.

ખેડૂત પોર્ટલમાં અરજી કરી રદ થયેલો ચેક આપવો પડશે

જે ખેડૂતને સ્માર્ટફોન ખરીદવો હશે તેમણે ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. જેની સરકારી રાહે ચકાસણી બાદ વહેલા તે પહેલાના ધોરણે એક લાખ લાભાર્થીઓના પ્રોરેટામાં ખેડૂતોની પસંદગી થશે. પસંદ થયેલા લાભાર્થી ખેડૂતને આ રીતે પૂર્વ મંજૂરીના આદેશના 15  દિવસમાં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે. જેનું ય્જી્ નંબર ધરાવતુ અસલ બીલ, મોબાઈલનો નંબર, 8/અની નકલ, રદ કરેલો ચેક અને આધારકાર્ડની નકલ ગ્રામ સેવક કે વિસ્તરણ અધિકારી કે પછી તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કર્યેથી 10 ટકા સુધી સબસિડી સીધી બેંક એકાઉન્ટમાં જમા થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો